મુંબઈ: આજે તારીખ 27મી સપ્ટેમ્બરે દિવંગત મહાન ફિલ્મ સર્જક યશ ચોપરાની 91મી જન્મજયંતિ છે. યશ ચોપરાને રોમાન્સનો રાજ કહેવામાં કહેવામાં આવે છે. તેમની ફિલ્મ નિર્માતા તરીકેની કારકિર્દી દરમિયાન તેમણે ઘણી ફિલ્મો બનાવી છે, જે આજે પણ જોવામાં આવે છે અને વખણાય છે. તેમણે શ્રીદેવી, માધુરી દીક્ષિત, શાહરુખ ખાન અને અન્ય ઘણા કલાકાકરોને તેમની ફિલ્મો દ્વારા સ્ટાર બનાવવામાં મદદ કરી છે. તેમની ઘણી એવી ફિલ્મ છે, જે તેમના સમય કરતી ઘણી આગળ હતી. દિવંગત મહાન ફિલ્મ સર્જક ચોપરાની 91મી જન્મજયંતિ પર ચાલો તેમની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો પર એક નજર કરીએ.
કભી-કભી: 'કભી કભી' વર્ષ 1976માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પ્રેમ સંબંધ અને મનમાં ચાલી રેહલા વિચારોને દર્શાવતી ફિલ્મ છે. આ એક રોમેન્ટિક ડ્રામાં ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી મક્કમ મનવાડી એક મહિલાની અસાપાસ ફરે છે.
સિલસિલા:વર્ષ 1981માં રિલીઝ થયેલી 'સિલસિલા'ને આજે પણ યશ ચોપરાની કાર્કિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ગણવામાં આવે છે. આ ફિલ્મની સ્ટોરી લગ્ન થયા બાદ ઉભી થતી વિચિત્ર સ્ટોરી પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મ તે સમય કરતા ઘણી અલગ હતી. સમયની કસોટી પર ખરી ઉતરેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવા પ્રતિભાશાળી કલાકારો હતા.
ચાંદની:વર્ષ 1989માં રિલીઝ થયેલી 'ચાંદની'એ શ્રીદેવીના કરિયરને નવી ઊંચાઓ પર પહોંચાડી હતી. એક ઈન્ટરવ્યુંમાં તેમણે ચાંદની વિશે વાત કરતા કહ્યું હતું કે,'' મેં એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું, જે મારા દિલને સ્પર્શી જાય અને પછી મેં 'ચાંદની' બનાવી.'' તેમણે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. ચાંદનીમાં શ્રીદેવીના ઓનસ્ક્રીન જાદુએ દર્શકોને દિવાના બનાની દીધા હતા.
વીર ઝારા: ખૂબ જ રોમેન્ટક 'વીર ઝારા' વર્ષ 2004માં રિલીઝ થઈ હતી. ભાગ્યે જ એવું કોઈ હંશે જેમણે વીર અને ઝારાનો રોમાન્સ જોયો ન હોય. આ ફિલ્મ માત્ર એક રોમેન્ટિક લવ સ્ટોરી ન હતી પરંતુ પ્રેમ, અલગતા અને ટ્રેજડીની સંગીતમય સ્ટોરી હતી. આ એક પ્રેમ કહાની પર આધારિત ફિલ્મ છે.
જબ તક હૈ જાન: 'જબ તક હૈ જાન' વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કેટરીના કેફ અને અનુુષ્કા શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મ યશ ચોપરાની છેલ્લી નિર્દેશિત ફિલ્મ હતી અને બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ઉપરાંત યશ ચોપરાએ શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર સ્ટારર 'દિલ તો પાગલ હૈ' પણ બનાવી હતી, જે વર્ષ 1997માં રિલીઝ થઈ હતી. યશ ચોપરાની નેટફ્લિક્સ પર ડોક્યૂમેન્ટ્રી સિરીઝ, ધ રોમેન્ટિક્સ પણ જોઈ શકો છો, જે તેમની સફળતાને સેલિબ્રેટ કરે છે.
- Ganpat Teaser Release Date Postponed: ફિલ્મ નિર્માતાઓએ 'ગણપથ' ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી, નવું પોસ્ટર કર્યું રિલીઝ
- Tiger 3 Update: એક્શન અવતારમાં ટાઈગરે આપ્યો આ ખાસ મેસેજ, મેકર્સે 'ટાઈગર કા મેસેજ'નો વીડિયો કર્યો શેર
- 2024 Oscars: ઓસ્કાર માટે આ મલયાલમ ફિલ્મ ભારતની સત્તાવાર એન્ટ્ર તરીકે પસંદગી પામી