હૈદરાબાદ: પંકજ ઉધાસનો તારીખ તારીખ 17 મેના રોજ જન્મદિસવ છે. પંકજ ઉધાસ ગઝલ અને પ્લેબેક ગાયક છે. પંકજ ઉધાસ 'આહત' નામના ગઝલ આલ્બમથી કારકિર્દીની શરુઆત કરી હતી. પંકજ ઉધાસનો જન્મ ગુજરાત રાજ્યના જેતપુરમાં થયો હતો. તેમના બે ભાઈ છે. તેમના મોટા ભાઈ મનહર ઉધાસે હિન્દી ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે નામના મેળવી હતી.
પંકજ ઉધાસની કારકિર્દી: રાજકોટની સંગીત નાટ્ય અકાદમીમાં ચાર વર્ષ સુધી તબલા વગાડવાની કલા શીખ્યા પછી, પંકજે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બેચલર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. ભારત-ચીન યુદ્ધ દરમિયાન પંકજના મોટા ભાઈ મનહર ઉધાસનો સ્ટેજ શો ચાલી રહ્યો હતો. આ દરમિયાન પંકજે સ્ટેજ પર 'એ મેરે વતન કે લોગોં' ગીત ગાયું હતું. આ ગીતથી ખુશ થઈને એક દર્શકે પંકજને 51 રૂપિયાનું ઈનામ આપ્યું. હિન્દી સિનેમામાં વધુ સફળતા ન મળતા પંકજ કેનેડા ગયા હતા.
પંકજ ઉધાસના ગીત:વિદેશથી પરત ફર્યા બાદ પંકજે વર્ષ 1980માં તેમનું પહેલું ગઝલ આલ્બમ 'આહત' બહાર પાડ્યું હતું. હિન્દી સિનેમામાં પંકજ ઉધાસની ગઝલો ખુબજ ફેમસ છે. તેમના આલ્બમમાં આહત, નશા, મકરર, તરન્નમ, મહેફિલમ, શામખાના સામેલ છે. પંકજ ઉધાસના ગીતની વાત કરીએ તો મન્ને કી અમ્મા યે તો બતા, ગા મેરે સંગ પ્યાર કા ગીત નયા, યાદ આયી યાદ આયી ભૂલી વો કહાની ફિર યાદ આયી, ના કજરે કી ધાર, દિલ જબ સે ટૂટ ગયા, તેરી આશિકીનો સમાવેશ થાય છે.