મુંબઈઃ બિગ બોસ 16 સિઝનની ફાઈનલ સ્પર્ધામાં રેપર તરીકે ઓળખાતા પુણેના MC સ્ટેને ખિતાબ જિત્યો હતો. આ બિગ બોસ શો વર્ષ 2022માં શરુ કરવામાં આવ્યો હતો. જેના હોસ્ટ છે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન. આ દરમિયાન જ્યારે બિગબોસે બધાને સ્ટેજ પર બોલાવ્યા હતા ત્યારે સ્પર્ધકોનો પરિચય કરાવ્યો હતો. શો દરમિયાન સ્ટેને પતાના જીવન સાથે જોડયેલા ઘણા ખુલાશા કર્યા છે. સ્ટેનના ફોલોર્સ પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે. તેઓ સંગીતકાર પણ છે. તો ચાલો આ સ્ટેન વિશેની કેટલીક ખાસ વાતો શેર કરી છે તે જાણીએ.
આ પણ વાંચો:Kiss Day 2023: 'કર્મા' ફિલ્મમાં કિસિંગ સીન 4 મિનિટ સુધી ચાલતા થયો હતો મોટો વિવાદ, જુઓ આ
સ્ટેનની બાયોગ્રાફી: 'બિગ બોસ' સીઝન 16 નો વિનર મળી ગયો છે. આ શો તારીખ 01 ઓક્ટોબર 2022ના રોજ શરૂ થયો હતો. શોના હોસ્ટ સલમાન ખાને સેલિબ્રિટી સ્પર્ધકોને એક પછી એક સ્ટેજ પર બોલાવ્યા અને દર્શકો સાથે તેમનો પરિચય કરાવ્યો હતો. આ એપિસોડમાં પૂણેના રેપર MC સ્ટેનની એન્ટ્રી સ્ટેજ પર થઈ હતી. આ દરમિયાન MC સ્ટેનના સંઘર્ષ અને સફળતાની સ્ટોરીએ સલમાન ખાનનું દિલ જીતી લીધું હતું. સલમાને સ્ટેનના ખૂબ વખાણ કર્યા હતા. શો દરમિયાન સ્ટેને તેના નામથી લઈને તેની ગર્લફ્રેન્ડ સુધીના ઘણા ખુલાસા કર્યા છે. 130 દિવસથી વધુની લડાઈ પછી રવિવારે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ MC સ્ટેનને 'બિગ બોસ' સિઝન 16નો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. એમસી સ્ટેને શિવ ઠાકરેને હરાવીને 31 લાખ રૂપિયા અને લક્ઝરી કાર સાથે ટ્રોફી જીતી હતી.
MC સ્ટેનનું પુરુ નામ: MC સ્ટેઈનનો જન્મ તારીખ 30 ઓગસ્ટ 1996ના રોજ પુણે મહારાષ્ટ્રમાં થયો હતો. તે પુણેમાં જ મોટો થયો હતો. તેણે પુણેની એક શાળામાંથી 12મું ધોરણ પૂરું કર્યું હતું. સ્ટેનને અભ્યાસ કરતાં ગાવાનો વધુ શોખ હતો. તેથી તે શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી વધુ અભ્યાસ કરી શક્યો નહીં. અલ્તાફ MC સ્ટેઈન કેવી રીતે બન્યો ? MC સ્ટેઈનનું સાચું નામ અલ્તાફ શેખ છે. સ્ટેન અલ્તાફ તડવી તરીકે પણ ઓળખાય છે. વાસ્તવમાં અલ્તાફ ઈન્ટરનેશનલ સિંગર એમિનેમનો મોટો ફેન છે. એમિનેમના ચાહકો તેને 'સ્ટેન' કહેવા લાગ્યા. ત્યારથી તેણે પોતાનું નામ બદલીને MC સ્ટેઈન રાખ્યું હતું.