ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ આ દિવસે થશે રિલીઝ, હોટ લુકમાં દીપિકા પાદુકોણ મચાવશે ધૂમ - બેશરમ રંગ ફિલ્મ પઠાણનું ગીત રિલીઝ

શાહરૂખ ખાને એક પોસ્ટમાં જણાવ્યું છે કે, ફિલ્મ (Movie Pathaan song) બેશરમ રંગનું પહેલું ગીત ક્યારે રિલીઝ (Besharam Rang movie Pathan song released) થશે. આ ગીતમાં દીપિકા પાદુકોણ તેના હોટ અવતારમાં જોવા મળશે. શાહરૂખ ખાન 4 વર્ષ પછી તેમની ફિલ્મમાં અભિનેતા તરીકે જોવા મળશે.

Etv Bharatપઠાણનું પહેલું ગીત બેશરમ રંગ આ દિવસે થશે રિલીઝ, હોટ લુકમાં દીપિકા પાદુકોણ મચાવશે ધૂમ
Etv Bharatપઠાણનું પહેલું ગીત બેશરમ રંગ આ દિવસે થશે રિલીઝ, હોટ લુકમાં દીપિકા પાદુકોણ મચાવશે ધૂમ

By

Published : Dec 9, 2022, 3:34 PM IST

હૈદરાબાદઃ 'કિંગ ખાન'ના લાખો ચાહકો બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'ની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પહેલા શાહરૂખે તેના ચાહકોને એક મોટી ભેટ આપી છે. શાહરૂખ, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ જેવા મોટા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ 'પઠાણ' (Movie Pathaan song)નું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થવા જઈ રહ્યું છે. શાહરૂખે ખુદ એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. શાહરૂખે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, આ ગીત ક્યારે અને કયા સમયે રિલીઝ (Besharam Rang movie Pathan song released) થશે. આ ગીત પ્રખ્યાત સંગીતકાર જોડી વિશાલ શેખરે કમ્પોઝ કર્યું છે.

ગીત રિલીઝ:શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ'નું પહેલું રોમેન્ટિક ગીત 'બેશરમ રંગ' ક્યારે અને કયા સમયે રિલીઝ થશે. તે અંગે શાહરૂખ ખાને પોતાની પોસ્ટમાં જણાવ્યું છે. આ ગીત તારીખ 12 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે રિલીઝ થશે. આ ગીતમાં દીપિકા પાદુકોણનો સિઝલિંગ અવતાર જોવા મળશે. પોસ્ટર પરથી લાગે છે કે, આ ગીત બોલિવૂડમાં ધૂમ મચાવશે.

'પઠાણ' ક્યારે રિલીઝ થશે:શાહરૂખ ખાન 4 વર્ષ પછી તેમની ફિલ્મમાં અભિનેતા તરીકે જોવા મળશે. શાહરૂખ છેલ્લે ફિલ્મ 'ઝીરો' (વર્ષ 2018)માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ અને ત્યાર બાદ શાહરૂખે બ્રેક લીધો હતો. હવે શાહરૂખ ખાન મજબૂત બોડી બનાવીને ફિલ્મ 'પઠાણ'થી મોટા પડદા પર ધમાકેદાર કમબેક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ગણતંત્ર દિવસના અવસર પર તારીખ 25 જાન્યુઆરી 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ યશ રાજ બેનર હેઠળ બની છે અને ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details