મુંબઈઃવરુણ ધવન અને જાનવી કપૂર સ્ટારર ફિલ્મ બવાલનું ટીઝર આજે તારીખ 5મી જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યું છે. અગાઉ વરુણ ધવને માહિતી આપી હતી કે, ફિલ્મનું પહેલું ટીઝર તારીખ 5 જુલાઈએ બપોરે 12 કલાકે રિલીઝ થશે. વરુણ અને ફિલ્મ નિર્માતાઓના વચન મુજબ ફિલ્મનું પહેલું ટીઝર તારીખ 5 જુલાઈએ બપોરે 12 કલાકે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે.
બવાલનું ટીઝર રિલીઝ: બવાલ ફિલ્મનું શૂટિંગ વિશ્વના અલગ-અલગ દેશોમાં કરવામાં આવ્યું છે. બવાલ ભારતીય સિનેમાની આ પ્રકારની પ્રથમ ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું પ્રીમિયર પેરિસના એફિલ ટાવરમાં થશે. આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે નહીં, પરંતુ 200થી વધુ દેશોમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.
ફિલ્મની સ્ટોરી: સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત 'બવાલ'નું નિર્દેશન દિગ્દર્શક નિતેશ તિવારીએ કર્યું છે, જેમણે 'દંગલ' અને 'છિછોરે' જેવી દમદાર ફિલ્મો બનાવી છે. બવાલના ટીઝરની વાત કરીએ તો નિતેશે ફરી એકવાર પોતાના ડિરેક્શનથી દિલ જીતી લીધા છે. 'બવાલ'નું ટીઝર વરુણ અને જાનવીના પ્રેમથી શરૂ થાય છે અને લડાઈ સાથે સમાપ્ત થાય છે.
એમેઝોન પ્રાઇમ રિલીઝ: ટીઝર જોયા પછી ખાતરી છે કે, તમે ફિલ્મની રિલીઝ ડેટની રાહ જોશો. ટીઝરના દરેક દ્રશ્યની પૃષ્ઠભૂમિમાં વાગતું ગીત 'પ્યાર કરને દેતે' તમારામાં પ્રેમ જગાવવાનું કામ કરશે. ફિલ્મ 'ભેડિયા' બાદ વરુણે ફરીથી પોતાના અભિનયથી દિલ જીતી લીધા છે. જો 'બવાલ' સિનેમાઘરોમાં રિલીઝ થાય છે, તો નિતેશ ખરેખર તેની ફિલ્મને લઈને હંગામો મચાવી શકે છે. પરંતુ આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર તારીખ 21 જુલાઈના રોજ રીલિઝ થવા જઈ રહી છે.
- 72 Hooren Controversy: '72 હુરેં' ફિલ્મના નિર્માતા પર લગાવ્યો આરોપ, પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
- Adipurush: 'આદિપુરુષ' અસ્તના માર્ગે, 19મા દિવસે નજીવી કમાણી
- Shah Rukh Khan: આખરે સર્જરી બાદ અમેરિકાથી પરત, પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યા પઠાણ