ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Amitabh Bachhan In Rishikesh: અમિતાભ બચ્ચન ફિલ્મ 'RRR' જોવા પહોંચ્યા, જૂઓ વીડિયો... - Film Good bye Shooting

અમિતાભ બચ્ચન હાલ ઋષિકેશના સફરે (Amitabh Bachhan In Rishikesh) છે. અમિતાભ બચ્ચન 47 વર્ષ બાદ ઋષિકેશ ખાતે ફિલ્મ 'ગુડ બાય'ના શૂટિંગ (Film Good bye Shooting) માટે પહોંચ્યા છે. આ દરમિયાન તે ગઇ કાલે મોડી રાત્રે ફિલ્મ RRR જોવા માટે રામ પેલેસ પહોચ્યા હતા.

Amitabh Bachhan In Rishikesh: અમિતાભ બચ્ચને ફિલ્મ 'RRR' જોઇ
Amitabh Bachhan In Rishikesh: અમિતાભ બચ્ચને ફિલ્મ 'RRR' જોઇ

By

Published : Mar 31, 2022, 1:20 PM IST

ઋષિકેશઃ સદીના મહાનાયક અમિતાભ (Amitabh Bachhan In Rishikesh) બચ્ચન હાલ ફિલ્મ 'ગુડ બાય'ના શૂટિંગ Film Good bye Shooting) માટે ઉત્તરાખંડમાં છે. ફિલ્મનું શૂટિંગ હરિદ્વાર અને ઋષિકેશના વિવિધ લોકેશન પર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ગઇ કાલે મોડી રાત્રે અમિતાભ બચ્ચન સાઉથની સુપરહિટ ફિલ્મ 'RRR' જોવા માટે ઋષિકેશના રામા પેલેસ પહોંચ્યા હતા. રામા પેલેસના ઓનર અને તેન પુત્રે અમિતાભ બચ્ચનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Amitabh Bachhan In Rishikesh: અમિતાભ બચ્ચને ફિલ્મ 'RRR' જોઇ

ફિલ્મ RRR જોવા રામ પેલેસ પહોંચ્યા:ફિલ્મ RRR જોવા માટે અમિતાભ બચ્ચન ગુપ્ત રીતે રામા પેલેસ પહોંચ્યા હતા. ફિલ્મ જોયા બાદ અમિતાભ બચ્ચન નરેન્દ્રનગરની આનંદ હોટલ જવા રવાના થયા હતા. જો કે આ દરમિયાન રામા પેલેસની આસપાસ મોટી સંખ્યામાં તેમના ચાહકોની ભીડ એકત્રિત થઇ હતી. દરેક જણ અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે ઉત્સુક હતા.

Amitabh Bachhan In Rishikesh: અમિતાભ બચ્ચને ફિલ્મ 'RRR' જોઇ

આ પણ વાંચો:Rimi sen Fraud Case: 'ધૂમ' ફેમ રિમી સેનને લાગ્યો કરોડોનો ચૂનો, અભિનેત્રીએ ઠોક્યો કેસ

47 વર્ષ પછી અમિતાભ બચ્ચન ઋષિકેશના સફરે: અમિતાભ બચ્ચન ટિહરી જિલ્લાના નરેન્દ્રનગર સ્થિત આનંદ હોટલમાં સ્થિર છે. આનંદ હોટેલ તેની પ્રાકૃતિક સુંદરતા માટે VVIPમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓ અહીં સમયાંતરે રોકાઈ છે. ઉંચી ટેકરી પર આવેલું હોવાથી આનંદમાંથી ઋષિકેશનો સુંદર નજારો જોવા લાયક હોય છે. cઅમિતાભ બચ્ચન ઋષિકેશ અને નજીકના લોકેશન પર શૂટિંગ કરવા આવ્યા છે.

ઋષિકેશમાં અમિતાભ બચ્ચની બોટ સવારી: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ફેસબુક પર બે ફોટા શેર કર્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન ગંગામાં બોટ પર સવારી કરતા નજર આવે છે અને પાછળથી ઋષિકેશનો નજારો દેખાઈ રહ્યો છે. ફિલ્મ 'ગુડ બાય'નું શૂટિંગ 26 માર્ચથી શરૂ થઈ ગયું હતું. ફિલ્મનું શૂટિંગ ઋષિકેશ તેમજ અન્ય ઘણા સ્થળોએ થવાનું છે. આ ફિલ્મમાં અભિનેત્રી રશ્મિકા મંદના સાથે અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચો:Abhishek Bachhan Upcoming movie: અભિષેક બચ્ચને પૂરું કર્યું આગ્રા જેલના કેદીઓને આપેલું વચન

ABOUT THE AUTHOR

...view details