હૈદરાબાદ: બોલિવૂડના 'ખિલાડી' અક્ષયકુમારે મંગળવારે (તારીક 6 ડિસેમ્બર)થી તેની મરાઠી ડેબ્યૂ ફિલ્મ (Akshay Kumar Marathi Movie) 'વેડાત મરાઠે વીર દૌડલે સાત' (Vedat Marathe Veer Daudale Saat)નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં મહેશ માંજરેકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, MNS પ્રમુખ રાજ ઠાકરે અને અક્ષય કુમારની હાજરીમાં આ મેગા ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મના લોન્ચિંગ સમયે અક્ષય કુમારે કહ્યું હતું કે, રાજ ઠાકરેએ તેમને છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવવાનો આગ્રહ કર્યો હતો. અક્ષય કુમાર આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. અક્ષય કુમારે પોતે સોશિયલ મીડિયા પર શૂટિંગ શરૂ કરવાની માહિતી આપી છે. અક્ષયે આ પોસ્ટમાં એક તસવીર પણ શેર કરી છે.
અક્ષય કુમારે આશીર્વાદ માંગ્યા:અક્ષય કુમારે થોડા સમય પહેલા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તે આ મરાઠી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. અક્ષયે આ પોસ્ટમાં લખ્યું છે કે, 'આજે હું મરાઠી ફિલ્મ 'વેડાત મરાઠે વીર દૌડલે સાત'નું શૂટિંગ શરૂ કરી રહ્યો છું, જેમાં હું છત્રપતિ શિવાજી મહારાજજીની ભૂમિકા ભજવવાનું મળ્યુ એ માટે ભાગ્યશાળી છું, તેમના જીવનમાંથી પ્રેરણા લઈને અને માતા જીજાઉ પાસેથી પ્રેરણા લઈ રહ્યો છું. 'આશીર્વાદ સાથે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ, આશીર્વાદ આપતા રહોજો'.