ચેન્નઈ: કોલીવુડના પ્રખ્યાત સ્ટાર થલાપતી વિજય તેમની વિજય 'મક્કલ ઈયક્કમ' સંસ્થા ચલાવી રહ્યાં છે. આ સંસ્થા લોકો માટે સેવાઓનું કામ કરે છે. સેવાઓમાં રક્તદાન, નેત્રદાન, નિશુલ્ક દવા, દૂધ, ઈંડા વગેરે મુખ્ય છે. આ સાથે વિજય 'મક્કમ ઈયક્કમ' સંસ્થા 'થલાપથી વિજય પાયલગામ' નામનું શૈક્ષણિક કેન્દ્ર શરું કરશે. 'પાયલગામ' એટલે શૈક્ષણિક કેન્દ્ર અથવા શૈક્ષણિક કોચિંગ સેન્ટર છે.
સાઉથના અભિનેતા 'થલાપતી વિજય પાયલગામ' શૈક્ષણિક કેન્દ્ર શરુ કરશે બસી આનંદનું નિવેદન: VMI જનરલ સેક્રેટરી બસી આનંદે તેમના ટ્વિટર પેજ પર સત્તાવાર રીતે જાહેરાત કરી છે. આ નિવેદનમાં જણાવાયું છે કે, VMI કાર્યાકર્તાઓને વિનંતી છે કે, તેઓ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. કામરાજના જન્મદિવસ પર તેમની પ્રતિમાનું ફુલો સાથે સન્માન કરે. તેવી અમારા થલાપતી વિજય દ્વારા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત VMI ભક્તોને નોટબુક, પેન, પેન્સિલ સહિત વિદ્યાર્થીઓ માટે સાધનો આપવા વિનંતી કરવમાં આવી છે.
સીએમ કે. કામરાજનો જન્મ: આગળ તેમણે વધુમાં જણાવ્યું કે, અમે ગર્વથી કહીએ છીએ કે, 'થલાપતી વિજય પાયલગામ' તમિલનાડુના પૂર્વ સીએમ ટીએન કે કામરાજના જન્મદિવસ વતી શરુ થશે. ભૂતપૂર્વ સીએમ કે. કામરાજનો જન્મ તારીખ 15મી જુલાઈએ થયો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અદ્યક્ષ સમિતિ કે. કામરાજના જન્મદિવસને તમિલનાડુ સરકાર દ્વારા 'શિક્ષણ વિકાસ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
વિજયના પ્રોજેક્ટ વિશે: અગાઉ ગયા બુધવારે લીઓ અભિનેતા VMI જિલ્લા વહીવટકર્તાઓને મળ્યા હતા. ત્યારે કર્યાકર્તાઓને વિજયના પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું. તેના પહેલા પણ વિજયે ડૉ. બી. આર. માટે આદરની વિનંતી કરી હતી. તારીખ 17મી જૂને 'વારિસુ'ના અભિનેતા વિજય થલાપતીએ સમગ્ર TN મતવિસ્તારમાં ધોરણ 10 અને 12ના 3 ટોપર્સ વિદ્યાર્થીઓને પ્રમાણ પત્રો આપ્યા હતાં. આ સાથે ઈનામી રકમ પણ આપવામાં આવી હતી.
- Mission Impossible: મિશન: ઈમ્પોસિબલની કમાણી, બીજા દિવસે ભારતમાં બિઝનેસમાં થયો ઘટાડો
- Chandlo Trailer: કાજલ ઓઝા માનવ ગોહિલ અભિનીત ફિલ્મ 'ચાંદલો'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો
- Ashutosh Gowariker: આશુતોષ ગોવારિકર અભિનય માટે પાછા ફર્યા, વેબ સિરીઝ 'કાલા પાની'ની જાહેરાત