હૈદરાબાદ: SS રાજામૌલીની 'RRR' ફિલ્મે તેના સુપરહિટ ગીત 'નાટુ નાટુ' માટે 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મેળવીને ઓસ્કાર જીતવાની આશા જગાવી છે. આ કાર્યક્રમ અમેરિકન સમય અનુસાર તારીખ 12 માર્ચે યોજાવા જઈ રહયો છે. આ કાર્યક્રમ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે. ભારતીય સમય અનુસાર આ કાર્યક્રમ તારીખ 13 માર્ચે સવારે 5.30 કલાકે જોઈ શકાશે. આ ઉપરાંત સમારોહનું જીવંત પ્રસારણ YouTube, Hulu Live TV, DirecTV, FUBO TV અને AT&T ટીવી પર જોવા મળશે.
આ પણ વાંચો:Anupam Kher Crying Video: અનુપમ અને સતિષની મિત્રતાનો વીડિયો વાયરલ, અભિનેતાના નિધન પર રડી પડ્યા ખેર
ઓસ્કાર એવોર્ડ સમારોહ: આ વખતે ઓસ્કાર એવોર્ડ 2023 સમારોહ ભારતીય લોકો માટે ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. 95માં ઓસ્કાર એવોર્ડ સમારોહનો રંગારંગ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર 13 માર્ચે સવારે 5:30 કલાકે શરૂ થશે. આ દરમિયાન 3 ભારતીય ફિલ્મો ઓસ્કારમાં પોતાનો દાવો રજૂ કરતી જોવા મળશે. આ ફિલ્મોમાં SS રાજામૌલીની 'RRR' પણ સામેલ છે, જેનું ગીત 'નાટુ-નાટુ' ઓસ્કાર જીતે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો:Anupam Kher Crying Video: અનુપમ અને સતિષની મિત્રતાનો વીડિયો વાયરલ, અભિનેતાના નિધન પર રડી પડ્યા ખેર
3 ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ: ઓસ્કાર 2023ને લઈને ભારતમાં જબરદસ્ત ક્રેઝ છે. લોકો તેનો કાર્યક્રમ લાઈવ જોવા માટે ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે. જેમાં ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતીને ઈતિહાસ રચનાર SS રાજામૌલીની 'RRR' અગ્રેસર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેના ઘણા કલાકારો લોસ એન્જલસ પહોંચી ગયા છે.
આ પણ વાંચો:Bheed Trailer Released: ભીડ ટ્રેલર રિલીઝ, લોકડાઉન દરમિયાન ભયાનક દ્રશ્ય પર ફિ્લ્મ
વૈશ્વિક સ્તરે મળશે ઓળખ: NTR જુનિયર અને રામ ચરણ આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. NTR જુનિયરે કહ્યું કે, ''જ્યારે કોઈ અભિનેતાના કામને વૈશ્વિક સ્તરે ઓળખવામાં આવે છે ત્યારે તે એક મહાન સિદ્ધિ છે. તેમની ફિલ્મ સિનેમાના સૌથી મોટા ઉત્સવ ઓસ્કર એવોર્ડનો ભાગ બનવા જઈ રહી છે. NTR જુનિયરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ તેના જીવનનો મોટો દિવસ હશે. જ્યારે પણ તે રેડ કાર્પેટ પર અભિનેતા તરીકે નહીં, પરંતુ એક ભારતીય તરીકે ચાલતો જોવા મળશે. NTR જુનિયરે વધુમાં કહ્યું કે, તે તે દિવસે 'RRR'ના અભિનેતા તરીકે નહીં પણ એક ભારતીય તરીકે રેડ કાર્પેટ પર તેના માટે ખૂબ જ ગર્વની વાત હશે.