ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Pathan Box Office Collection: જાણો શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું 15 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન - બોક્સ ઓફિસ કલેક્શન

'પઠાણ' ફિલ્મ તારીખ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી, હજુ પણ તે ચાલી રહી છે. પઠાણ ફિલ્મમાં 'બેશરમ રંગ' ગીતમાં દીપિકા પાદુકોણની કેસરી બિકનીને લઈ પુર ઝડપે વિવાદ થયો હતો. ત્યારે હજુ પણ પઠાણ થિયેટરોમાં પોતાનું નસીબ અજમાવી રહ્યું છે. આજે ફિલ્મ રિલીઝ થયાને 15 દિવસ (15 Days Box Office Collection) થઈ ગયા છે, ત્યારે ચાલો જાણીએ 'પઠાણ' બોક્સ ઓફિસ કલેક્શન (Pathan Box Office Collection 15 Day)નો આકડો શું કહે છે.

Pathan Box Office Collection: જાણો શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું 15 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
Pathan Box Office Collection: જાણો શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું 15 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

By

Published : Feb 9, 2023, 5:53 PM IST

હૈદરાબાદ: શાહરુખ ખાનની 'પઠાણ' ફિલ્મની ચર્ચા શેરી શેરીએ થઈ હતી, હાલ સાંસદ સુંધી ગુંજી રહી છે. પઠાણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન થિયેટરોમાં યથાવત છે. તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી પઠાણે ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 55 કરોડનું મજબૂત ખાતું ખોલ્યું હતું. 'પઠાણ' બોક્સ ઓફિસ પર પહેલાથી જ રેકોર્ડ તોડી ચૂકી છે. શાહરૂખનો આ અશ્વમેધ ઘોડો આજે પણ વિશ્વભરમાં અજેય છે.

આ પણ વાંચો:The Black Tiger: અનુરાગ બાસુ ભારતીય જાસૂસ રવિન્દ્ર કૌશિક પર બાયોપિકનું કરશે નિર્દેશન

પઠાણ બોક્સ ઓફિસ કલેક્શન: છેલ્લા 15 દિવસથી દોઢ દિવસ આ ફિલ્મ ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની આ ફિલ્મનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સે ગઈ કાલે બે અઠવાડિયાનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું અને ત્યાં જોવા મળ્યું કે, આ ફિલ્મે વિશ્વભરમાં કુલ 865 કરોડ રૂપિયાની કમાણી કરી અને 15 દિવસનું રિપોર્ટ કાર્ડ કહે છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 877 કરોડની કમાણી કરી ચૂકી છે.

ફિલ્મની સફળતા: પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સના જણાવ્યા અનુસાર, 'પઠાણ'એ હિન્દી, તમિલ અને તેલુગુ વર્ઝનને જોડીને એકલા ભારતમાં 544 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ઉપરાંત આ ફિલ્મે વિદેશની ધરતી પર 333 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. એસઆરકેના એક્શન થ્રિલર દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ પણ જાસૂસ બ્રહ્માંડમાં શાહરૂખને મળવાથી જેટલો ખુશ છે, તેટલો જ કિંગ ખાનના ચાહકો પણ છે. કારણ કે યશરાજ ફિલ્મ્સ ભવિષ્યમાં કબીર, ટાઈગર, પઠાણો સાથે એક જાસૂસ બ્રહ્માંડ બનાવવા જઈ રહી છે. આ ફિલ્મની સફળતા બાદ દરેકને લાગે છે કે કામ આસાન થઈ ગયું છે.

આ પણ વાંચો:The Life Of A Legend: બોની કપૂરે સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી પર જીવનચરિત્રની જાહેરાત કરી

પઠાણ ફિલ્મ સ્ટોરી: આ ફિલ્મમાં શાહરૂખ દીપિકા સાથે આશુતોષ રાણા, ડિમ્પલ કાપડિયા પણ છે. ફિલ્મની વાર્તામાં જીમ નામનો કુખ્યાત ગુનેગાર રાજધાની દિલ્હીમાં વિસ્ફોટ કરવાની યોજના ઘડી રહ્યો છે અને તેને રોકવાની જવાબદારી પઠાણને મળી રહી છે. હવે તે કેવી રીતે કામમાં પોતાને સમર્પિત કરે છે આ ફિલ્મમાં જોવા મળે છે કે તે દેશની ખાતર વારંવાર પોતાને મોતના મુખમાં ધકેલી દે છે.

ABOUT THE AUTHOR

...view details