ગુજરાત

gujarat

ETV Bharat / elections

ઓવૈસીએ PM મોદીને અપાવી ગુજરાત રમખાણોની યાદ, કહ્યું- બંધારણીય ફરજમાં થયા નિષ્ફળ

હૈદરાબાદ: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે વડાપ્રધાન મોદીને ગુજરાત 2002 માં થયેલા રમખાણોની યાદ અપાવતા મોદી પર પ્રહાર કર્યા હતા.

ડિઝાઈન ફોટો

By

Published : May 12, 2019, 6:30 PM IST

ઓવૈસીએ ટ્વિટ કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યપ્રધાનના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન મોદી જીવનની રક્ષા કરવામાં પોતાની બંધારણીય ફરજમાં બજાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

ઓવૈસીએ મોદી પર કટાક્ષ કરતા ટ્વિટ કરતા કહ્યું કે, 'શ્રીમાન વડાપ્રધાન એવા જ 2002ના રમખાણો હતા, જે મુખ્યપ્રધાન તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન થયા હતા અને તમે માનવ જીવનની સુરક્ષા માટે તમારી બંધારણીય શપથમાં નિષ્ફળ રહ્યા હતા'

ઓવૈસી ટ્વિટ

જણાવી દઈએ કે, ઓવૈસી કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાના શીખ વિરોધી રમખાણો પરના નિવેદન બાદ મોદી દ્વારા તેમની ટીકા કરવાને લઈને ઓવૈસી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, બંને કેસના આરોપીએ 1984 અને 2002 માં ચૂંટણી જીત્યા હતા. હાલમાં ઓવૈસી હૈદરાબાદ લોકસભા મતદારક્ષેત્રના સાંસદ છે અને આ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details