પ્રાપ્ત વિગત અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ (EC)એ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના ચૂંટણી પ્રચાર કરવા પર રોક લગાવી છે. આઝમ ખાન 72 કલાક સૂધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે.
આઝમ ખાન અને મેનકા ગાંધી પર ECની કાર્યવાહી, ચૂંટણી પ્રચાર પર આંશિક રોક - national news
ન્યુઝ ડેસ્કઃ ચૂંટણી પંચ દ્વારા વિવાદિત ટિપ્પણીઓ કરતા નેતાઓ પર સખ્ત કાર્યવાહી કરાય રહી છે ત્યારે આઝમ ખાન અને મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર ઉપર પણ ચૂંટણી પંચે આંશિક રોક લગાવી હતી.
તેમજ ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના ચૂંટણી પ્રચાર ઉપર પણ રોક લગાવી છે. મેનકા ગાંધી પણ 48 કલાક સૂધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે તેવો આદેશ ચૂંટણી પંચ દ્રારા ફરમાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, આઝમ ખાનને આર્દશ આચાર સંહિતા ભંગના ગુનામાં આ પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે તેમજ મેનકા ગાંધી ઉપર મતદારોને ધમકાવવાના ગુના હેઠળ ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બન્ને નેતાઓ પર પ્રતિબંધ મંગળવાર સવારે 10 વાગ્યાથી લાગુ પડશે. ચૂંટણી પંચે સંવિધાનની અનુચ્છેદ 324 હેઠળ દેશમાં કોઈ પણ જગ્યાએ ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા ઉપર રોક લગાવવામાં આવી છે.