જામનગર જિલ્લાના અછતગ્રસ્ત લાલપુર તાલુકામાં ખેડૂતો રોષે ભરાયા છે. એક માસથી તાલુકાભરના ખેડૂતો તંત્ર સામે આંદોલન ચલાવી રહ્યા હતા. પાક વીમા બાબતે થયેલા અન્યાયને લઈને રોસ જિલ્લા સુધી પહોંચ્યો હતો છતાં પણ વહીવટી તંત્ર કે જન પ્રતિનિધીઓએ જવાબ ન મળતા આખરે ભણગોર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. સ્થાનિક તંત્ર, પોલીસ સહિતનાઓએ સમાધાનનો પ્રયાસ કર્યો પરંતુ ગ્રામજનો પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા હતાં.
ભણગોર ગામના લોકોની સમસ્યાઓનું નિરાકરણ ન થતા મતદાનનો કર્યો બહિષ્કાર - lok sabha election
જામનગરઃ જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિસ્કાર કર્યો છે ત્રણ હજારથી વધુ વસ્તીનું મતદાન ધરાવતા ગામમાં સાંજ સુધી એક પણ મત ન પડ્યો હતો. પાક વીમા અને જમીન સર્વેમાં ક્ષતિઓની સમસ્યાનો ઉકેલ નહિ આવતા ગ્રામજનોએ લોકશાહી માટે કલંક ગણી શકાય તેવું પગલું ભર્યું હતું. ગ્રામજનોએ પણ આ બાબતને સારી ન ગણાવી પણ સરકારે ફરજ પાડી હોવાનો ભાવ દર્શાવ્યો હતો.
ડીઝાઈન ફોટો
3344 મતદારો ધરાવતા આ ગામના લોકોએ સરકાર અને જન પ્રતીનીધીઓના કારણે આ મુસીબત આવી હોવાનો ભાવ દર્શાવ્યો હતો. પાક વીમા બાબતે થયેલા અન્યાય બાબતે તર્ક બદ્ધ દલીલો કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.