સભામાં મુખ્યપ્રધાને કોંગ્રેસ સામે તીખા સવાલો સાથે આકરા પ્રહાર કાર્યા હતા. તેઓએ સભામાં જણાવ્યું હતું કે, ‘આ દેશની કરવેરાની તિજોરીને પંજો લૂંટી ન જાય તે જોજો. કોંગ્રેસનું સૂત્ર છે મોદી હટાઓ જ્યારે ભાજપનું સૂત્ર છે ભ્રષ્ટાચાર હટાઓ.’ આ ચૂંટણી ચોકીદાર અને ચોર વચ્ચેની છે ત્યારે મતદારોએ નિર્ણય કરવાનો છે કે કોને જીતાડવા છે.
પેરાશૂટથી રાજકારણમાં આવેલા રાહુલને BJP વિશે બોલવાનો હક નથી: CM - election
પાટણઃ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન પાટણ ખાતે ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા. વિજય રૂપાણીએ રાધનપુર અને હારીજ ખાતે આયોજિત સભાને સંબોધી હતી.
કોંગ્રેસે ગરીબો કે પીડિતોની ક્યારેય ચિંતા કરી નથી. કોંગ્રેસે માત્ર જમાઈની ચિંતા કરી છે. દલાલી અને બેઇમની કોંગ્રેસ સાથે જોડાયેલી છે. આ વખતની ચૂંટણી ઈમાનદાર અને બેઇમાની વચ્ચેની છે.
તેમજ તેઓએ કોંગ્રેસને પરિવાર વાદ માનસિકતા ધરાવતી પાર્ટી હોવાનું જણાવ્યું હતું. આ દેશમાંથી ત્રાસવાદીઓનો સફાયો કોણ કરશે તેની ચૂંટણી હોવાનું મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર કાશ્મીર આતંકવાદીઓના હવાલે તમે કર્યું હતું. સરદાર વડાપ્રધાન હોત તો 370 કલમનો ઉલ્લેખ પણ ન હોત. તેવા આક્રા પ્રહારો રુપાણીએ કર્યા હતા.