ગુજરાત

gujarat

ETV Bharat / elections

પોરબંદરમાં ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ બેલેટ પેપરથી કર્યું મતદાન

પોરબંદરઃ આગામી લોકસભા ચૂંટણી લઈને કામગીરી બજાવતા પોલીસ જવાનો માટે શનિવારે પોરબંદરમાં પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 1500 જેટલા પોલીસ જવાનો મતદાન કરી શકે તે માટે વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારીઓ દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.

By

Published : Apr 14, 2019, 9:07 PM IST

સ્પોટ ફોટો

ચૂંટણી અધિકારી કે. વી. ભાટીએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં 2 વિધાનસભા મત વિસ્તાર છે. જેમાં 83 પોરબંદર અને 84 કુતિયાણા બંને ક્ષેત્રમાં ચૂંટણી સમયે ફરજ બજાવતા CRPF સહિત પોલીસ જવાનોની સંખ્યા કુલ 1500 છે. જેમાંથી સવારે 11 વાગ્યા સુધીમાં બંને મતદાન મથકો પરથી 200થી વધારે લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે આગામી તારીખ 17ના ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ અધિકારીઓ અને કર્મચારીઓનું મતદાન શહેરની માધવાણી કોલેજ અને નવોદય વિદ્યાલયમાં યોજાશે તેમ જણાવ્યું હતું.

પોલીસ જવાનોએ બેલેટ પેપરથી કર્યું મતદાન

ABOUT THE AUTHOR

...view details