વલસાડથી 12 કિલોમીટર દૂર આવેલા ઓલગામમાં લગ્ન અગાઉ ભાવિ દંપતીએ મતદાન કર્યું હતું. ઓલગામના સરપંચ ફળિયામાં રહેતા દિવ્યેશ શૈલેષભાઈ પટેલ અને સેજલબેન ડાહ્યાભાઈ પટેલના લગ્ન 24 એપ્રીના રોજ નિર્ધારિત થયા છે. ત્યારે લગ્ન અગાઉ આજથી શરૂ થયેલી વિધિમાં હળદીના પ્રસંગ બાદ બન્ને ભાવિ દંપતી મતદાન કરવા માટે મતકેન્દ્ર પહોંચી ગયાં હતાં.
વલસાડમાં યુગલે લગ્નગ્રંથીથી જોડાવા પહેલા કર્યું મતદાન
વલસાડઃ જિલ્લામાં લગ્નગ્રંથીથી જોડાનાર યુગલે શરીરે હળદળ સાથે જ મતદાન કરી પોતાના માતાધિકારનો પ્રયોગ કર્યો હતો.
સ્પોટ ફોટો
ભાવિ દંપતીને લગ્નની ચાલુ વિધિએ આવેલા જોઈને પ્રિસાઈડીંગ ઓફિસર સહિતના સ્ટાફમાં ખુશી જોવા મળી હતી. મતદાન કર્યા બાદ વરરાજાએ જણાવ્યું હતું કે, દેશમાં મજબૂત સરકાર માટે મત આપ્યો છે જ્યારે સેજનલબેને જણાવ્યું હતું કે,લગ્ન બંધન અગાઉ એટલે મત આપ્યો છે જેથી સરકારને ગઠબંધન કરવાની જરૂર ન પડે.