આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંઘ પ્રદેશ દીવમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દીવમાં આવેલા તમામ મતદાન મથકોમાં અર્ધ લશ્કરી દળો દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવશે. જેને લઈને સમગ્ર દીવ પ્રદેશમાં સેનાના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. દીવ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ ફ્લેગમાર્ચમાં જોડાયા હતા.
લોકસભાની ચૂંટણીને લઈને સંઘ પ્રદેશ દીવમાં અર્ધ લશ્કરી દળોનું ફ્લેગમાર્ચ - lok sabha election
જૂનાગઢઃ લોકસભા ચૂંટણીને લઈને સંધ પ્રદેશ દીવમાં અર્ધ લશ્કરી દળોની ફ્લેગમાર્ચ યોજાઈ હતી. ચૂંટણી સંપૂર્ણ ન્યાયી અને મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે આ કવાયત કરવામાં આવી રહી છે.
સ્પોટ ફોટો
આગામી ચૂંટણીને ન્યાયી અને મુક્ત વાતાવરણમાં યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે, તે મુજબ દીવના તમામ મતદાન મથકોમાં સેનાના જવાનો તેમની ફરજ બજાવશે. જેના ભાગ રૂપે આ આખી કવાયત કરવામાં આવી રહી છે.