આઝમખાનની જયાપ્રદા પર ટિપ્પણી તમામ મહિલાઓના અપમાન સમાન છે: શાહ - Kodinar
ગીરસોમનાથ: લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી, જ્યારે લોકસભાની ચૂંટણીને ગુજરાતમાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય ત્યારે રાજકીય પક્ષોનો પ્રચાર તેની ચરમસીમા પર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં જાહેર સભા યોજી હતી.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
જાહેર સભામાં તેમણે ગીરસોમનાથ અને જૂનાગઢના સંયુક્ત સાંસદની બેઠક ઉપર રાજેશ ચુડાસમાને ભારે માત્રામાં વોટ આપી વિજયી બનાવવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આઝમ ખાનના ભાજપ નેતા જયાપ્રદા પર કરેલા વિવાદિત નિવેદનને દેશની નારીઓનું અપમાન ગણાવી. તે ઉપરાંત સપા, બસપા તથા કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો હતો.