ગુજરાત

gujarat

ETV Bharat / elections

લોકસભાનો પ્રચાર, બાલાસિનોર અને વીરપુર ખાતે ભાજપ દ્વારા સભાઓનું સંબોધન

મહિસાગર: ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે લોકસભા બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ કમરકસી રહી છે. પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રતનસિંહ રાઠોડ પણ લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રચારમાં લાવી ગયા છે. ત્યારે ગામેગામ પોતાના સમર્થકો સાથે જઈને મતદારો સાથે લોકસંપર્ક કરી લોકસભાની ચૂંટણીમાં મત આપી વિજયી બનાવવા મતદાર સાથે સંપર્ક કરી મિટીંગનું આયોજન પણ કરી રહ્યાં છે.

By

Published : Apr 13, 2019, 11:52 PM IST

ભાજપ દ્વારા સભાનું આયોજન

પંચમહાલની લોકસભા બેઠક પર જીત મેળવવા માટે ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડને જીતાડવા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વીરપુર તાલુકાના ગંધારી, ખરોડ તેમજ બાલાસિનોર તાલુકાના સરોડા અને ઓથવાડ ગામ ખાતે જાહેરસભાઓનું સંબોધન કર્યું હતું.

ભાજપનો પ્રચાર

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં જેમજેમ દિવસો નજીક આવી રહ્યા છે. તેમતેમ ઉમેદવારો પણ લોકસભા બેઠક જીતવા માટે વહેલી સવારથી જ પોતાના સમર્થકો સાથે ગામેગામ ફરી મતદારો સાથે મિટિંગ કરે છે. તો મતદારો મત આપી વિજયી બનાવે તેવા આશીર્વાદ માંગે છે.

પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ દ્વારા બાલાસિનોરના સરોડા ગામે શનિવારના રોજ સભાને સંબોધન કર્યુ હતું. તો ભાજપ દ્વારા 18 પંચમહાલ લોકસભા બેઠક જીતવા માટે પ્રચાર વેગવંતો બનાવી દીધો છે.

શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે શનિવારે રાજ્યના નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠક અને પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ, અને કાર્યકર્તાઓ સાથે પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહિસાગર જિલ્લાના બાલાસિનોર વિધાનસભા વિસ્તારોમાં તેમજ કપડવંજ તાલુકાના મતદારોનો લોકસંપર્ક કરી મતદારોને ભાજપ પાર્ટીને મત આપવા અને રતનસિંહને જીતાડવાની અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details