ગુજરાત

gujarat

ETV Bharat / elections

ત્રીજા તબક્કાની 117 બેઠક માટે 23 એપ્રિલે યોજાશે મતદાન - stop

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 23મી એપ્રિલે મતદાન યોજાશે. જેમાં 14 રાજ્યોની 117 બેઠકો પર મતદાન થશે. જેના માટે આજે સાજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે.

file

By

Published : Apr 21, 2019, 5:58 PM IST

Updated : Apr 22, 2019, 1:45 AM IST

આપને જણાવી દઈએ કે, મતદાન થવાના 48 કલાક પહેલા મૌન કાળ એટલે કે સાઈલેન્સ પીરિયડ હોય છે. જે દરમિયાન કોઈ પણ પ્રકારના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાગી જાય છે.

ત્રીજા તબક્કામાં 14 રાજ્યોની 117 લોકસભા બેઠકો પર 23મી એપ્રિલે મતદાન યોજાશે. આ બેઠકો સિવાય બીજા તબક્કાની જે બે બેઠકો પર (તમિલનાડુની વેલ્લોર અને ત્રિપુરાની પશ્વિમ બેઠક) પર ચૂંટણીપંચે મતદાન ટાળી દીધું હતું. આ રીતે 16 રાજ્યોની 117 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, ગુજરાતની તમામ 26, ગોવાની 2, જમ્મુ કાશ્મીરની 1, દમણ દીવની 1, બેઠકો સામેલ છે.

ત્રીજા તબક્કામાં જોઈએ તો આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, ગુજરાતની તમામ 26, ગોવાની 2, જમ્મુ કાશ્મીરની 1, કર્ણાટકની 14, કેરળની 20, મહારાષ્ટ્રની 14, ઓડિશાની 6, ઉત્તરપ્રદેશની 10, પશ્ચિમ બંગાળની 5, દાદરા નગર હવેલી તથા દમણ દીવની 1 બેઠક સામેલ છે.

Last Updated : Apr 22, 2019, 1:45 AM IST

ABOUT THE AUTHOR

...view details