ભાજપે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી બાયોપિક ઉપર રોક લગાવાની માંગને લઈને ચૂંટણી આયોગમાં ફરીયાદ કરી હતી. ભાજપે બાયોપિકની સમીક્ષા કરવા પણ અનુરોધ કર્યો હતો.
PM મોદી પછી હવે મમતાની બાયોપિક પર રાજકારણ ગરમાયું, ECએ માંગ્યો રિપોર્ટ - lok sabha election
ન્યુઝ ડેસ્કઃ ચૂંટણી પંચે મુખ્યપ્રધાન મમતા બેનર્જીની કથિત બાયોપિક મુદ્દે પશ્ચિમ બંગાળના ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. ‘બાઘિની’ નામની આ બાયોપિક 3 મે ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
ફાઈલ ફોટો
ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી ‘PM નરેન્દ્ર મોદી’ મુદ્દે પણ આવો જ માહોલ જોવા મળ્યા હતો. જેના પર ચૂંટણી આયોગે રોક લગાવી હતી. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઇ રહી છે જેમાં છેલ્લા તબક્કાનું મતદાન 19 મે ના છે જ્યારે મતગણતરી 23 મી મે ના થશે.