તિરૂવનંતપુરમથી સતત ત્રીજી વખત સાંસદ બની ચુકેલા શશિ થરૂરે સોમવારે કહ્યું કે, "જો પ્રસ્તાવ મુકવામાં આવે તો હું કોંગ્રેસના લોકસભાની નેતા બનવા માટે તૈયાર છું."
તેમણે સ્વીકાર કર્યો કે, કોંગ્રેસનું ચૂંટણી લડવા માટેનું મુખ્ય હથિયાર "ન્યાય યોજના" મતદાતાઓ સામે પ્રસ્તુત કરવામાં ક્યાંક ખોટ રહી ગઇ છે. સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની નરમ હિંદુત્વ નીતિની નિંદા પણ કરી હતી.