નવી NDA સરકારની કેબિનેટની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૂંટણી દરમિયાન ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા મુજબ ભાજપે તમામ ખેડૂતોને આ યોજનાના અધિકાર હેઠળ લાવવાનું વચન આપ્યું હતું.
પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત હવે 14.5 કરોડ ખેડૂતોને લાભ થશે. મળતી માહિતી મૂજબ, પ્રધાનમંડળે પ્રધાનમંત્રી કિસાન યોજનામાં અધિકારનો વધારો કરીને દરેક ખેડૂતોને આ યોજનામાં આવરી લેવાનો નિર્ણય લેવાયો છે.
નાણાંકીય વર્ષ 2019-20ના વચગાળાના બજેટમાં 75000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકારે બે હેક્ટર સુધીની જમીન ધરાવના 12 કરોડ નાના અને લઘુતમ સીમામાં આવતા ખેડૂતોને 6000 રૂપિયા વાર્ષિક ત્રણ હપ્તામાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
મોદી કેબિનેટની પહેલી મિટીંગ સત્તાવાર આંકડાઓ અનુસાર, 3.11 કરોડ નાના ખેડૂતોને આ યોજના હેઠળ રૂ. 2,000 નો પહેલો હપ્તો મળી ગયો છે. અને 2.75 કરોડ ખેડૂતોને બીજી હપતો પણ મળી ગયો છે.