લોકસભા ચૂંટણીને લઈ રાજસ્થાનમાં રાલોપા અને ભાજપ વચ્ચે ગઠબંધન થતાં રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ થઈ ગઈ છે. અગાઉ હનુમાન બેનીવાલ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધને જોર પકડ્યું હતું પણ સીટોની વહેંચણી બરાબર થાળે ન પડતા હનુમાન બેનીવાલ રાજસ્થાનની જનતા તો ઠીક કોંગ્રેસને પણ આંચકો આપ્યો છે. હનુમાન બેનીવાલની જાહેરાત બાદ પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રકાશ જાવડેકર તથા મદનલાલ સૈનીની અધ્યક્ષતામાં બેનીવાલ ભાજપ સાથે જોડાઈ ગયા હતા.
રાજસ્થાનના રાજકારણમાં આવ્યો આર્શ્ચયજનક વળાંક, હનુમાન બેનીવાલે ભાજપ સાથે કર્યુ ગઠબંધન - national news
જયપુર: લોકસભા ચૂંટણીના પડઘમની વચ્ચે રાજસ્થાનના રાજકારણમાં મોટો વણાંક આવ્યો છે. રાજસ્થાનના કદાવર નેતા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સ્થાપક હનુમાન બેનીવાલે ભાજપ સાથે ગઠબંધન કરી નાખ્યું છે આ ગઠબંધન બાદ હનુમાન બેનીવાલ રાજસ્થાનની નાગૌર સીટ પરથી ચૂંટણી લડશે.
હનુમાન બેનીવાલે ભાજપ સાથે કર્યુ ગઠબંધન
હનુમાન બેનીવાલ રાજસ્થાનની નાગૌર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે.