- 265 નવા સાંસદો બન્યા જેથી લોકસભામાં નવા ચહેરા દેખાશે
- 64.45 ટકા સાંસદો સત્તાધારી પક્ષનાં
- કુલ સાંસદોમાંથી 88 ટકા એટલે કે 475 સાંસદ કરોડપતિ,જેમાં સૌથી વધારે ભાજપના 265, કોંગ્રેસના 43, દ્રમુકના 22, TMCના 20, YSRના 19, શિવસેના 18, જનતાદળના (યુ)નાં 15 સાંસદોનો સમાવેશ
- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પૂત્ર નકુલનાથ સૌથી ધનવાન સાંસદ જેની સંપતિ 660 કરોડ રુપિયા છે
- કોંગ્રેસના માત્ર 52 સાંસદ, વિપક્ષનું પદ મેળવવા કુલ સભ્યના 10 ટકા એટલે કે 54 સભ્ય જોઈએ
- ઈતિહાસમાં પહેલી વાર સૌથી વધારે 78 મહિલા સાંસદો, ગત લોકસભામાં 62 મહિલા સાંસદો હતી
- ઓડિશાની મહિલા સાંસદ અપરાજિતા સારંગી IAS તો BJDની પ્રમિલા બિશોર્ઈ 5 ધોરણ સુધી ભણેલા છે, સાધ્વી પજ્ઞા જેવા વિવાદીત મહિલા સાંસદ
- સૌથી વધુ મહિલા સાંસદ હોવા છતાં માત્ર 14.39 ટકા જ મહિલાઓની ભાગીદારી
- કુલ સાંસદોમાંથી 40 વેપારી, 50 સમાજસેવી, 66 ખેડુત, 20 રાજકારણી અને સામજીક કાર્યકર, 13 મેડિકલ પ્રેકટિશનર તો 5 એ પોતાને ઉદ્યોગપતિ બતાવ્યા હતાં
- 233 સાંસદોનો ગુનાહિત ભૂતકાળ એટલે કે 43 ટકા સાંસદ પર કેસ
- કેરલના સાંસદ ડીન કુરિયાકોસ પર સૌથી વધુ 204 કેસ
- 17મી લોકસભાના સાસંદોની સરેરાશ ઉંમર 54 વર્ષ છે. 16મી લોકસભાના સાંસદોની સરેરાશ ઉંમર 56 હતી.
- 25 વર્ષની ચંદ્રાણી મુર્મુ સૌથી નાની ઉંમરની સાંસદ જે ઓડિશાના ક્યોંઝર બેઠક પરથી BJDમાંથી જીતી છે
- 89 વર્ષના શફિકુર રહમાન બર્ક સૌથી મોટી ઉંમરના સાંસદ જે ઉત્તરપ્રદેશના સંભલ બેઠક પરથી SPમાંથી જીત્યા છે
- મુસ્લિમ સાંસદોની સંખ્યા વધીને 26 થઈ છે જે ગત લોકસભામાં 22 હતી. 1980માં મુસ્લિમ સાંસદોની સંખ્યા સૌથી વધારે 49 હતી