આ યાદીમાં પાર્ટીએ હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની બેઠકો માટે ઉમેદવાર ઉતાર્યા છે. આ યાદીમાં ભાજપે મધ્યપ્રદેશની હાઇપ્રોફાઇલ બેઠક છિંદવાડાથી નાથન શાહને ટિકિટ આપી છે. નાથન શાહની સીધી ટક્કર મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના દીકરા નકુલનાથ સાથે થશે.
કમલનાથના દીકરા નકુલ સામે ભાજપના નાથન, રાજસ્થાનમાં રાજકુંવરી દીયા કુમારીને મળી ટિકિટ - Rajasthan News
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે,ત્યારે ભાજપે વધુ એક 24 ઉમેદવારોની 18મી યાદી જાહેર કરી છે. ભાજપે મધ્યપ્રદેશની હાઇપ્રોફાઇલ બેઠક છિંદવાડાથી નાથન શાહને ટિકિટ આપી છે. નાથન શાહની ટક્કર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના દીકરા નકુલનાથ સાથે થશે. જ્યારે રાજસ્થાનના રાજસમંદ લોકસભા બેઠકથી જયપુરની પૂર્વ રાજકુમારી દીયા કુમારી સિંહને ટિકિટ આપી છે.
File Photo
ભાજપે ઓડિશાની વિધાનસભા ચૂંટણી માટે બે ઉમેદવાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની એક-એક વિધાનસભા બેઠકો પર યોજનારી પેટાચૂંટણી માટેના ઉમેદવારોની પણ જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, રાજસમંદ બેઠકને લઇને ભાજપમાં ઘમાસાણ છે. વાસ્તવમાં દીયા કુમારી સિંહ જયપુરથી ચૂંટણી લડવા માંગતાં હતાં, પરંતુ જયપુર ગ્રામીણ બેઠકથી રાજપૂત રાજ્યવર્ધન સિંહ રાઠોડ મેદાનમાં છે. જેથી બે રાજપૂત ઉમેદવાર જયપુરથી લડી શકે તેમ નથી.