ઉતર પ્રદેશ: માહાનગર લખનઉ સ્થિત ભાખરાવ દેવરસ હોસ્પિટલમાં વિકાસનગરમાં રહેતી એક મહિલા (35) સાથે સામૂહિક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં (WOMAN GANG RAPED IN LUCKNOW GOVERNMENT HOSPITAL) આવ્યો છે. મહિલાના આરોપોના આધારે ભાઉરાવ દેવરસ હોસ્પિટલના ડો. આર.પી. સાગર અને વોર્ડ બોય સત્ય પ્રકાશ અવસ્થી વિરુદ્ધ દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સત્ય પ્રકાશને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. જ્યારે ડો.આર.પી.સાગર ફરાર (The accused doctor is absconding)છે.
સરકારી હોસ્પિટલમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ, આરોપી ડોક્ટર ફરાર
મહાનગર લખનઉ સ્થિત ભાખરાવ દેવરસ હોસ્પિટલમાં વિકાસનગરમાં રહેતી એક મહિલા (35) સાથે સામૂહિક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં (WOMAN GANG RAPED IN LUCKNOW GOVERNMENT HOSPITAL)આવ્યો છે. મહિલાના આરોપોના આધારે ભાઉરાવ દેવરસ હોસ્પિટલના ડો. આર.પી. સાગર અને વોર્ડ બોય સત્ય પ્રકાશ અવસ્થી વિરુદ્ધ દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સત્ય પ્રકાશને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. જ્યારે ડો.આર.પી.સાગર ફરાર (The accused doctor is absconding) છે.
ફરિયાદ: વિકાસનગરની 35 વર્ષીય મહિલા 30 એપ્રિલના રોજ સારવાર માટે ભાખરાવ દેવરસ હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યાં ડોક્ટર આર.પી.સાગરે મહિલાની સારવાર શરૂ કરી અને તેને ઈન્જેક્શન આપવાનું જણાવ્યું હતું. મહિલાનો આરોપ છે કે ડોક્ટરે તેને કહ્યું કે ઈન્જેક્શન પછી બધુ ઠીક થઈ જશે. આ દરમિયાન વોર્ડ બોય સત્ય પ્રકાશ અવસ્થી પણ ત્યાં હાજર હતો. પીડિતાએ જણાવ્યું કે ઈન્જેક્શન પછી તે બેહોશ થઈ ગઈ હતી અને જ્યારે તે હોશમાં આવી ત્યારે તે હોસ્પિટલમાં જ અસ્ત-વ્યસ્ત અવસ્થામાં હતી. જો તે કોઇને કાઇ પણ કિધું તો ડોક્ટરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિત મહિલાએ ઘટના બાદ મેટ્રોપોલિટન કોતવાલીને ફરિયાદ કરી હતી, પરંતુ તેની વાત સાંભળવામાં આવી ન હતી, મહિલાનું કહેવું છે કે ડોક્ટરનું નામ સાંભળીને પોલીસે તેને કાઢી મુકી હતી. જે બાદ મહિલાએ કોર્ટનો આશરો લીધો હતો અને હવે પોલીસે કેસ નોંધ્યો છે.
મહિલાના આરોપો હેઠળ દુષ્કર્મની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. આરોપી સત્ય પ્રકાશને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મુખ્ય આરોપી ડોક્ટર સાગરની શોધ હાથ ધરી છે. - કેશવ કુમાર તિવારી,મેટ્રોપોલિટન ઈન્સ્પેક્ટર