ગુજરાત

gujarat

ETV Bharat / crime

Surat Murder Case : મહારાષ્ટ્રમાં હત્યા કરી સુરતમાં આવીને PI ને આપી ધમકી, સુરત પોલીસે બતાવ્યા જેલના સળિયા

મહારાષ્ટ્રના સોલાપુરમાં ત્રણ આરોપી હત્યા કરી (Surat Murder Case) સુરત આવી પહોંચ્યા હતા. સુરતથી મહારાષ્ટ્રના PIને આરોપીઓએ પકડવા બાબતે ધમકી આપી હતી. પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) આ ત્રણેય આરોપીને પકડીને જેલની દિવાલો બતાવી દીધી.

Surat Murder Case : મહારાષ્ટ્રમાં હત્યા કરી સુરતમાં આવીને PI ને આપી ધમકી, સુરત પોલીસે બતાવ્યા જેલના સળિયા
Surat Murder Case : મહારાષ્ટ્રમાં હત્યા કરી સુરતમાં આવીને PI ને આપી ધમકી, સુરત પોલીસે બતાવ્યા જેલના સળિયા

By

Published : Apr 13, 2022, 12:53 PM IST

સુરત : મહારાષ્ટ્રના વૈરાગ ગામમાં અઠવાડિયા પહેલા માથાભારે યુવાનની હત્યા (Surat Murder Case) કરવામાં આવી હતી. હત્યા કરીને સુરતમાં મજૂરી કામ કરવા લાગ્યા હતા. પરંતુ સુરત પોલીસને બનાવની જાણ થતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) ડુમસ વિસ્તારમાંથી ત્રણ યુવાન ઝડપી લીધા હતા. આ પહેલા આરોપીઓએ મહારાષ્ટ્રના પોલીસ ઇન્સ્પેકટરને ધમકી પણ આપી હતી.

મામૂલી વાતમાં ઝઘડો થતાં મૃત્યુ -મહારાષ્ટ્રના સોલાપુરના બાર્શી તાલુકામાં ચંપલની દુકાનમાં ચાંદીનું બ્રેસલેટ વેચવા બાબતે વિવાદ સર્જાયો હતો. ઝઘડતી ટોળકી હરિ મોહન કેકડે, જુબેર શેખ, મિથુન સાળવે અને અકીલ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે ત્યાં માથાભારે સચીન પવારે તેમની વચ્ચે સમાધાન કરાવી છુટા પાડયા હતા. જોકે, ત્યાર બાદ પણ તેઓ ઝઘડતા અને ધમકી ચાલુ રાખી હતી. વાતવાતમાં સચિન પવાર સાથે ફરી ઝઘડો થતા સચીને કોયતાએ એક પર હુમલો કર્યો હતો. પરંતુ ચારેય વળતો હુમલો કરી લાકડાના ફટકા વડે પણ માર મારતા સચિન મોતને ભેટ્યો હતો.

આ પણ વાંચો :ઈન્દોરમાં BSF જવાનના પુત્રની હત્યામાં ગુજરાતના એક આરોપીની ધરપકડ

બાઈક લઈને ફરાર - આ બનાવમાં હરિ મોહન કેકડે સ્થળ પરથી જ પકડાઈ (Crime Case in Surat) ગયો હતો. જ્યારે જુબેર શેખ, મિથુન સાળવે અને અકીલ શેખ સચીનની બાઈક પર જ ભાગી છૂટ્યા હતા. આ અંગે સચિનના ભાઈ સુરેશે ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્રણેયને ઝડપી પાડવા પોસ્ટર પણ છપાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ દરમિયાન, ત્રણેય જે બાઈક પર ભાગ્યા હતા તે વૈરાગથી ગુજરાત તરફ જતા 10 કિમી દૂરથી બિનવારસી બાઈક મળી હતી.

બાતમીના આધારે પોલીસ સતક - બાઈક છોડી રીક્ષા મારફતે 10 કિમી (Three Accused from Maharashtra in Surat) સુધી ગુજરાત તરફ ભાગ્યાની વિગત મળતા સ્થાનિક પોલીસ અને સુરત પોલીસને જાણ કરી હતી. પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચની મળેલી બાતમીના આઘારે ડુમસ ગામ કબૂતરખાના મોટી બજારમાંથી કડીયાકામ કરતા જુબેર ઐયુબ શેખ, ડ્રાઇવીંગનું કામ કરતા મિથુન દાદા રાવ સાળવે અને અકીલ ઉર્ફે હૈદર યાકુબ શેખને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો:શ્રીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે તપાસબાદ બન્ને પુત્રોની કરી ધરપકડ

પોલીસે પોસ્ટર છપાવી કર્યા વાયરલ -આરોપીઓભાગીને સુરતમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કામ પર લાગ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તેમનો કબજો વૈરાગ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. એટલું જ નહી વૈરાગમાં માથાભારે યુવાન સચિન પવારની હત્યા કરી ફરાર ત્રણેયને પકડવા સ્થાનિક પોલીસે પોસ્ટર પણ છપાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સુરતમાં છુપાયેલા ત્રણેયને વ્હોટ્સએપ પર આ પોસ્ટર મળતા તેમણે કોઈકની પાસે મોબાઈલ ફોન માંગી પોસ્ટર માંથી PI નો નંબર જોઈ ફોન કરી કહ્યું હતુ કે, "પકડ શકો તો પકડ લો". જો કે હાલ DCB પોલીસે આરોપીને (Accused from Maharashtra Arrested in Surat) ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details