ગુજરાત

gujarat

ETV Bharat / crime

ગેરકાયદેસર સંબંધની આશંકામાં પુત્રએ પિતાની કરી હત્યા, ઘટનાને આત્મહત્યા તરીકે બતાવવાનો પ્રયાસ

કૂચબિહાર જિલ્લાના સીતલકુચી વિસ્તારમાં શનિવારે રાત્રે ગેરકાયદેસર સંબંધોની શંકામાં એક વ્યક્તિએ કથિત રીતે તેના પિતાની હત્યા કરી (son accused of murdering father) હતી.

Etv Bharatગેરકાયદેસર સંબંધની આશંકામાં પુત્રએ પિતાની કરી હત્યા
Etv Bharatગેરકાયદેસર સંબંધની આશંકામાં પુત્રએ પિતાની કરી હત્યા

By

Published : Dec 4, 2022, 9:08 PM IST

પશ્ચિમ બંગાળ: કૂચબિહાર જિલ્લાના સીતલકુચી વિસ્તારમાં શનિવારે રાત્રે ગેરકાયદેસર સંબંધોની શંકામાં એક વ્યક્તિએ કથિત રીતે તેના પિતાની હત્યા કરી (son accused of murdering father)હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે વહેલી સવારે પ્રકાશમાં આવી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર: મૃતકના શરીર પર ઈજાના અનેક નિશાન હતા. તેમની ઓળખ કાજલ શીલ તરીકે થઈ છે. પોલીસે ખુલાસો કર્યો કે આરોપી મિથુન શિલે આ ઘટનાને આત્મહત્યા તરીકે બતાવવાનો પ્રયાસ કર્યો હતો. કાજલ શીલનો મૃતદેહ છત પરથી લટકતો મળી આવ્યો હતો, જોકે મૃતકના ગળા પર કોઈ સ્પષ્ટ નિશાન નહોતું. પોલીસે જણાવ્યું હતું કે સ્થળ પરથી એક હથોડો મળી આવ્યો છે. તેનો ઉપયોગ હત્યામાં થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીની પત્નીએ કહ્યું, 'મારા પતિને શંકા હતી કે મારા અને મારા સસરા વચ્ચે ગેરકાયદે સંબંધ છે. મિથુન અને તેની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details