કર્ણાટક:બલ્લારી જિલ્લાના કુડુથિની નગરમાં સિદ્ધમાનહલ્લી નજીક તુંગભદ્રા HLC નહેરમાં એક પિતાએ તેની 14 વર્ષની પુત્રીની એક અલગ જાતિના યુવક સાથે પ્રેમમાં પડવા બદલ હત્યા કરી. આ ઘટના 31 ઓક્ટોબરના રોજ બની હતી. અને આરોપી પિતા ઓમકારા ગૌડા (45) એ કબૂલાત કરી છે કે તેણે પોતાની પુત્રીની હત્યા જાતે જ કરી (Father killed minor daughter) હતી.
અલગ જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ ગયો: કુડુથિની નગરની એક યુવતીને એક અલગ જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ ગયો (Love with a boy from a different caste) હતો. જ્યારે તેના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ તેમની પુત્રીને યુવકથી દૂર રહેવા ચેતવણી આપી હતી. જો કે યુવતી યુવક સાથે પ્રેમસંબંધ ચાલુ રાખતી હોવાનું કહેવાય છે. ગુસ્સે થયેલા પિતા ઓમકારા ગૌડાએ તેની પુત્રીને 31 ઓક્ટોબરની રાત્રે તુંગભદ્રા HLC કેનાલમાં ધકેલી દીધી અને તેની હત્યા કરી નાખી હતી.31 ઓક્ટોબરની બપોરે ઓમકારા ગૌડા તેણીને ફિલ્મ બતાવવા જઈ રહ્યો હોવાનું માનીને તેને બાઇક પર ઘરેથી લઈ ગયો હતો. બાદમાં જ્યારે તેઓ સિનેમાઘરમાં ગયા ત્યારે ફિલ્મ શરૂ થઈ ચૂકી હતી. તેથી તે તેની પુત્રીને હોટેલમાં લઈ ગયો, તેણીને નાસ્તો ખવડાવ્યો અને કુડીથિનીમાં ડોડ્ડા બસવેશ્વર મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. બાદમાં તેણે જ્વેલરી સ્ટોરમાં તેની પુત્રીને વીંટી આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ આ બધી માહિતી આપી હતી.