ગુજરાત

gujarat

ETV Bharat / crime

વોશિંગ મશીનના ગંદા પાણી મુદ્દે ગૃહિણીની હત્યા - વોશિંગ મશીનના ગંદા પાણી મુદ્દે ગૃહિણીની હત્યા

આંધ્રપ્રદેશમાં નજીવા ઝઘડાએ લોહિયાળ વળાંક લીધો હતો. વોશિંગ મશીનનું ગંદુ પાણી પાડોશીના દરવાજે પહોંચતા મામલો એટલો વધી ગયો કે તેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. (waste water of washing machine Housewife brutally murdered).

વોશિંગ મશીનના ગંદા પાણી મુદ્દે ગૃહિણીની હત્યા
વોશિંગ મશીનના ગંદા પાણી મુદ્દે ગૃહિણીની હત્યા

By

Published : Dec 7, 2022, 9:43 AM IST

અમરાવતી: સત્ય સાંઈ જિલ્લાના કાદિરીમાં વોશિંગ મશીનના ગંદા પાણીને લઈને બે પરિવારો વચ્ચેની લડાઈ થઈ હતી. આ લડાઈમાં એક મહિલાનું મોત થયું હતું. (waste water of washing machine Housewife brutally murdered).

પથ્થરો વડે હુમલો: મૃતક મહિલા પદ્માવતી કાદિરી નગરના મશનમપેટ ખાતે રહેતી હતી. તેમના ઘરના વોશિંગ મશીનનું ગંદુ પાણી પડોશમાં રહેતા વેમન્ના નાઈકના ઘરે જતું હતું. આ બાબતે બંને પરિવારો વચ્ચે ઘણી બોલાચાલી અને મારામારી થઈ હતી. નાઈકના પરિવારજનોએ પદ્માવતી પર પથ્થરો વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત: સ્થાનિક લોકોને આ બાબતની જાણ થઈ અને પીડિતાને કાદિરી પ્રાદેશિક હોસ્પિટલમાં દાખલ કરી. ત્યાં તેમની સ્થિતિ નાજુક હોવાને કારણે તેમને વધુ સારી સારવાર માટે બેંગ્લોર રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પદ્માવતીનું મોત થયું હતું. જે મામલે કાદિરીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details