ગુજરાત

gujarat

ETV Bharat / crime

રોજગારીના હેતુથી સુરતમાં આવેલો આ આરોપી કરી રહ્યો હતો હાથ બનાવટી તમંચાનો વેપાર

સુરતમાં પોલીસે આગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો હતો. આ આરોપી સુરત રોજગારીના હેતુથી હાથ બનાવટનો તમંચો અને કાર્ટીઝને વેચવા માટે શહેરમાં ફરી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી મૂળ બિહારનો વાતની છે અને અમરોલી છપરાભાઠાનો રહેવાસી છે. Selling of Handmade Gun and Cartridges Surat Crime Case 2022 Crime Branch Police Surat Crime Branch Police Surat arrested accused

રોજગારીના હેતુથી સુરતમાં આવેલો આ આરોપી કરી રહ્યો હતો હાથ બનાવટી તમંચાનો વેપાર
રોજગારીના હેતુથી સુરતમાં આવેલો આ આરોપી કરી રહ્યો હતો હાથ બનાવટી તમંચાનો વેપાર

By

Published : Aug 30, 2022, 10:40 PM IST

સુરત શહેરના ક્રાઈમ બ્રાન્ચે પોલીસે ( Crime Branch Police Surat) ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચુકેલા આરોપીને દેશી હાથ બનાવટનો તમંચો અને 8 કાર્ટીઝ (Selling of Handmade Gun and Cartridges) સાથે ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તપાસમાં આ તમંચો આરોપી પોતાના વતનથી લાવ્યો હતો. શહેરમાં આ આરોપી તમંચો વેચવા માટે ફરી રહ્યો હતો. આ આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ (Surat Crime Case 2022) દ્વારા અટકાયત કરવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તપાસમાં આ તમંચો આરોપી પોતાના વતનથી લાવ્યો હતો

આ પણ વાંચોવડોદરા પોલીસે એક તમંચો અને 5 જીવતા કારતૂસ સાથે એકની ધરપકડ કરી

આરોપી રોજગારી માટે સુરત આવ્યો DCB પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ (Staff Patrol of DCB Police) દરમિયાન બાતમીના આધારે મૂળ બિહારના વતની અને હાલ અમરોલી છપરાભાઠામાં રહેતા રમણ રામશકલ રાયને એક દેશી હાથ બનાવટનો તમંચો (Hand made bangle Surat) અને 8 નંગ જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, 2013ની સાલમાં તે રોજગારી માટે સુરત આવ્યો હતો. અમરોલી કોસાડ આવાસમાં રહી એમ્બ્રોઇડરી મશીન ચલાવવાની મજૂરી કામ કરતો હતો. ત્યારબાદ આ આરોપી 2016ની સાલમાં વતન ચાલ્યો ગયો હતો. આરોપી વારંવાર થોડો સમય સુરત રોજગારી અર્થે આવતો જતો હતો.

આ પણ વાંચોWeapons seized in Surat: તરુણની સ્કૂલ બેગમાંથી છરો અને તમંચો મળી આવ્યાં, તરુણ સહિત બેની ધરપકડ

આરોપી અગાઉ વતન ગયો હતોઆ આરોપી અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં (Burglary Crimes Cases Surat) પણ પકડાઈ ચુક્યો છે. આરોપી દસ મહિના અગાઉ વતન ગયો હતો. તે સમયે તેના ગામ નજીક આવેલી બજારમાંથી એક મુનચુન નામના શખ્સ પાસેથી તમંચો અને કાર્ટીઝ ખરીદી કર્યા હતા. ગત 22 ઓગસ્ટ 2022ના રોજ પરત સુરત આવ્યો હતો. આ વખતે તમંચો અને કાર્ટીઝ પોતાની સાથે સુરત વેચાણ માટે લઇ આવ્યો હતો. તે વેચવા માટે ગ્રાહક શોધી રહ્યો હતો. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડયો હતો. વધુમાં આરોપી અગાઉ અમરોલી પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે.

ABOUT THE AUTHOR

...view details