ભાવનગરજિલ્લાના જેસર તાલુકાના (Jessar Taluka of Bhavnagar District) ભાણવડીયા ગામે રહેતી યુવતીની એક તરફ પ્રેમમાં પડેલા યુવાને કરપીણ હત્યા કરી હતી. સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતી તાબે નહીં થતા ધોળા દિવસે બહેનપણી સાથે હોવા છતાં યુવતી પર પ્રહારો કર્યા હતા. આ બનાવ બાદ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.
એક તરફી પ્રેમ કરતા યુવકે જાહેરમાં જેસરના ભાણવડીયા ગામની યુવતીની કરી કરપીણ હત્યા
ભાવનગરના છેવડાના તાલુકા એવા જેસરના ભાણવડીયા ગામે બહેનપણી સાથે મજૂરી કામ કરવા જતી ચંદ્રિકા નામની યુવતીને જાહેરમાં લાકડી ફટકારીને હત્યા કરી હતી. લગ્ન કરવા દબાણ કરતા યુવકે લાકડી વડે છાતીના ભાગે ઘા જીકી બાદમાં માથાના ભાગે લાકડીઓ મારી મોતને ઘાટ ઉતારી (Bhanwadiya village girl not agree for marriage) હતી. આ યુવકના તાબે (A boy fell in one sided love) નહીં થતા યુવતીને બહેનપણી સાથે હોવા છતાં પણ તેને મારી હતી.
ભાણવડીયા ગામે કેમ અને ક્યાં બન્યો બનાવભાવનગર જિલ્લાના છેવાડાના જેસર તાલુકાના ભાણવડીયા ગામે બહેનપણી સાથે મજૂરી કામ કરવા જતી ચંદ્રિકા નામની યુવતીને ગામમાં રહેતા અશ્વિન ચુડાસમાએ રોકીને લાકડી વડે પ્રહારો કર્યા હતા. લગ્ન કરવા દબાણ કરતા અશ્વિને લાકડી વડે છાતીના ભાગે ઘા જીકી બાદમાં માથાના ભાગે લાકડીઓ (Bhanwadiya village girl not agree for marriage) મારી હતી. જેથી 23 વર્ષીય યુવતી ચંદ્રિકા મનુભાઈ ગોહેલનું સ્થળ પર મૃત્યુ (Bhavnagar Murder Case) નીપજ્યું હતું.
બચાવમાં પડતા બહેનપણીઓને પણ માર માર્યો ભાણવડીયા ગામે પિતા નહીં પણ પોતાની માતા સાથે રહેતી ચંદ્રિકા ગોહેલ મજૂરી કરીને પોતાની માતાને આધારરૂપ હતી. મજૂરીએ જતા રોજ અશ્વિન નામનો યુવક તેને છેડતો અને પરેશાન કરતો હતો. આ બાબત તેની બહેનપણીમાંથી જાણવા મળી હતી. આજે એ ખબર ન હતી કે વાત એટલી હદ સુધી પહોંચી જશે. લોખંડ જેવી લાકડી લઈને યુવક ચંદ્રિકાને મારવા લાગ્યો અને અમે બચાવવા પડ્યા વચ્ચે તો અમને લાકડીઓ મારવા લાગ્યો હતો. જે બાદમાં તેને માથામાં લાકડીઓ ચંદ્રિકાને મારી હતી. ચંદ્રિકા ગોહેલનું મોત નિપજતા અશ્વિન સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. આ બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહુવા ખસેડયો હતો. જોકે બાદમાં મહુવા તાલુકાના ખુટવડા પોલીસ સ્ટેશન (Khutwada Police Station of Mahuwa Taluka) નીચે આવતા ભાણવડિયા ગામના બનાવને લઈ ફરિયાદ નોંધાવા પામી હતી.