વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી મહિનામાં યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી આગવી વિશેષતા અને ટેલેન્ટને યુથ ફેસ્ટીલ દ્વારા બહાર લાવવા માટે મદદ રૂપ બની રહે છે. મળતી માહિતી મુજબ યુથ ફેસ્ટિવલ આગામી ફેબુુઆરી મહિના દરમિયાન યોજવામાં આવશે.
એમ.એસ.યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાશે - યુથ ફેસ્ટિવલ
વડોદરાઃ વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં આજથી શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. ગુરૂવારથી શરૂ થયેલા શૈક્ષણિક સત્રને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી હતી, ત્યારે હવે આગામી દિવસોમાં નવા સત્રમાં યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલનું ફેબ્રુઆરી મહિનામાં આયોજન કરવામાં આવશે.
rerer
યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના ચૂંટાયેલા પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં યુથ ફેસ્ટિવલ અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવ્યો હતો. યુથ ફેસ્ટિવલની જાહેરાત કરવાની સાથે સાથે તેના આયોજન માટે એક કમિટી પણ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.