ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ દ્વારા સાંજના 5 વાગ્યા પછી લાગુ કરાયું સ્વૈચ્છિક લોકડાઉન - Corona chain

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કેસોમાં વધારો થઈ રહ્યો છે તેવામાં વેપારીઓ કોરોનાની ચેઈન તોડવા માટે સ્યંભૂ લોકડાઉન કરી રહ્યા છે. વડોદરા જિલ્લાના પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશન સાથે જોડાયેલી 505 દુકાનો 12 એપ્રિલથી સાંજે 5 વાગે દુકાનો બંધ કરી હતી.

corona
વડોદરાના પ્લાયવુડ મર્ચન્ટ એસોસિયેશનના વેપારીઓ દ્વારા સાંજના 5 વાગ્યા પછી લાગુ કરાયું સ્વૈચ્છીક લોકડાઉન

By

Published : Apr 17, 2021, 12:13 PM IST

Updated : Apr 17, 2021, 4:47 PM IST

  • જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા માટે જિલ્લાના વેપારીઓ સચેત
  • જિલ્લાના પ્લાયવુડ મર્ચન્ટ સાથે જોડાયેલા 505 વેપારીઓએ દુકાનો બંધ કરી
  • અનેક જિલ્લાઓમાં વેપારીઓ કરી રહ્યા છે સ્યંભૂ લોકડાઉન

વડોદરા: કોરોના સંક્રમણ ફેલાતું અટકે અને કોરોનાની ચેઈન તૂટે તે માટે વડોદરા પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશન સાથે જોડાયેલા 505 વેપારીઓ 12 એપ્રિલથી રોજ સાંજે 5 વાગે પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે . વડોદરા પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી ધવલ શાહે જણાવ્યું હતું કે , હાલ કોવિડ સંક્રમણના કેસો વધી રહ્યા છે .તેવામાં કોરોનાની ચેઈન તૂટે અને વેપારીઓ , તેમના પરિવારજનો અને સ્ટાફના માણસો સંક્રમિત ન થાય તે માટે 10 એપ્રિલના રોજ એસોસિએશન દ્વારા ઓનલાઈન મિટિંગ કરી ઠરાવ કરાયો હતો.

આ પણ વાંચો : કોરોના નામનો અજગર 42 લોકોને ભરખી ગયો, જાણો વિવિધ જિલ્લાની પરિસ્થિતિ

વેપારીઓ જાગૃત

શહેરમાં પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશન સાથે જોડાયેલી 505 દુકાનોના વેપારીઓ દુકાન સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખે . સાંજે 5 વાગે દુકાન બંધ કરી દે . આ અપીલ સાથે 95 ટકા વેપારીઓ સંમત થઈ ગયા છે તેમજ 12 એપ્રિલથી વેપારીઓ રોજ સાંજે 5 વાગે પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે.એસોસિએશન દ્વારા સોશિયલ મીડિયા પર વેપારીઓનાં ગ્રૂપ પણ બનાવ્યાં છે . જેમાં વેપારીઓ રોજ સાંજે 5 વાગે દુકાન બંધ કરે છે તેના ફોટા પણ મૂકી રહ્યા છે. અન્ય શહેરો કરતાં વડોદરાના વેપારીઓ જાગૃત થયા છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પણ વેપારીઓ દ્વારા સાંજે 5 વાગે દુકાનો બંધ કરી દેવાનું નક્કી કર્યું હતું . જોકે અમદાવાદમાં 100 ટકા વેપારીઓ દુકાનો બંધ નથી કરી રહ્યા , જેની સામે વડોદરામાં પ્લાયવુડ મર્ચન્ટ એસોસિએશનના 505 વેપારીઓ રોજ સાંજે 5 વાગે દુકાનો બંધ કરી દે છે .

Last Updated : Apr 17, 2021, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details