- શહેરના રસ્તાઓ સુમસામ બન્યાં
- પોલીસથી ચોરીછૂપી ધુળેટીના પર્વની ઉજવણી કરાઈ
- નદી કિનારા ઉપર પર પોલીસ બંદોબસ્ત
વડોદરા: વિશ્વમાં છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે, જેની અસર તહેવારો પર પણ પડી છે. કોરોના મહામારીના કારણે આ વખતે ધૂળેટી પર્વની ઉજવણી શહેરમાં કરવામાં આવી ન હતી. વડોદરા શહેરમાં અમુક સોસાયટીઓમાં અને પોળોમાં પોલીસથી ચોરીછૂપી રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જાહેર સ્થળો પર પ્રતિબંધ હોવાથી રોડ સુમસામ બન્યા હતા. પોલીસથી ચોરીછૂપી ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ગીર સોમનાથના પ્રભાસતીર્થમાં ઉજવાય છે અનોખો હોલીકાઉત્સવ
પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
કોરોના કેસોની સંખ્યા વધી રહી છે તેને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ વડોદરામાં ચોરીછુપીથી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પણ અમુક જગ્યા પર પોલીસ દૂર સુધી દેખાતી પણ ન હતી. પોલીસ દ્વારા પણ ધુળેટીના તહેવારની ઉજવણી કરશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા નદી કિનારા ઉપર સહેલાણીઓને નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:સાપુતારામાં પ્રવાસીઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી