ગુજરાત

gujarat

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ સુરેશ વાળાનું ફરજ પર હાર્ટ એટેકથી મોત

By

Published : Jan 8, 2021, 5:16 PM IST

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

એ.એસ.આઈ સુરેશ વાળા
એ.એસ.આઈ સુરેશ વાળા

  • વડોદરા તાલુકા પોલીસ મથકના ASIનું મોત
  • એ.એસ.આઈ સુરેશ વાળાનું ફરજ પર હાર્ટ એટેકથી મોત
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

વડોદરાઃ જિલ્લામાં વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનના 54 વર્ષીય એ.એસ.આઈ સુરેશ એમ વાળા પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન તેમને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. જેથી આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા.

પોલીસ કર્મીના આકસ્મિક મોંતથી પોલીસ બેડામાં શોકની લાગણી

એ.એસ.આઈને તુરંત જ વડોદરા શહેર નજીક છાણીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જેથી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારી સુરેશભાઈ એમ.વાળા તરસાલીના સોમનાથનગરમાં રહેતા હતા. તેમના અચાનક મૃત્યુને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details