- વડોદરા સ્વીટી પટેલ કેસ :સ્વીટીના ભાઈનો ACB સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને તટસ્થ તપાસ માંગ
- કિરીટસિંહ સહિત અન્ય સાથેના આર્થિક વ્યવહારની તપાસ કરવા માગ
- સ્વીટી પટેલ નો પુત્ર હાલ પૂજા પાસે છે તેનું ધ્યાન રખાતું નથી જેવા કાર્ય આક્ષેપો
વડોદરા: કરજણના ચકચારી સ્વીટી પટેલ કેસના આરોપી PI અજય દેસાઇની આવક તથા મિલકતો તથા કિરીટસિંહ જાડેજા સહિતના અન્ય લોકો સાથેના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માટે સ્વીટી પટેલના ભાઇ જયદીપ પટેલે એસીબી સમક્ષ માગ કરી છે.
બીજા લગ્ન ગેરકાયદેસર
DGPને લખેલા પત્રમાં રજૂઆત કરી કે અજયે પહેલા લગ્ન સ્વીટી સાથે કર્યા બાદ બીજા લગ્ન પૂજા સાથે કર્યા હતા જે ગેરકાયદે છે. સ્વીટીનો પુત્ર હાલ પૂજા પાસે છે. પહેલા લગ્ન કરેલા હોવા છતાં બીજા લગ્ન કરવા એ ગુનો બને છે. તેમના ભાણિયાનું ચોક્કસ ધ્યાન રખાતું નથી, તેમને બાળકનો કબજો સોંપવો જોઇએ.