વડોદરાઃ શહેરમાં કોરોનાં સાથે ગરમીએ પણ પ્રભુત્વ જમાવ્યું છે. ત્યારે ગરમીથી પ્રાણીઓની હાલત પણ કફોડી છે, જેથી કમાટીબાગના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
વડોદરા: સયાજીબાગ ઝૂમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે વિશેષ કામગીરી કરાઈ - Vadodara Zoo
વડોદરા શહેરમાં કોરોનાં સાથે ગરમીએ પણ પ્રભુત્વ જમાવ્યું છે. ત્યારે ગરમીથી પ્રાણીઓની હાલત પણ કફોડી છે, જેથી કમાટીબાગના સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં રહેતાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
વડોદરાઃ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે ખાસ કામગીરી કરાઇ
કમાટીબાગના સયાજીબાગ પ્રાણીસંગ્રાહલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે દિશામાં શનિવારે કોર્પોરેશનના સંબંધીત વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં પ્રાણીસંગ્રાહલયમાં રીંછના પાંજારામાં બરફની લાદીઓ મુકવામાં આવી હતી. બરફની લાદીઓથી રીંછને પણ ગરમીમાં રાહત આપવામાં આવી હતી. આ ઉપરાંત ગરમીથી રાહત મળે તે માટે પ્રાણી સંગ્રાહલયમાં પક્ષીઓના પીંજારા પર પણ ઠંડા પાણીનો સતત છંટકાવ કરવામાં આવ્યો હતો.