વડોદરાસતત વિવાદમાં રહેલા યુનાઇટેડ વે ઓફ બરોડાના (United Way of Baroda Garba) ગરબામાં વધુ એક વિવાદઇ સિગારેટ પીતી યુવતીનો વિડીયો વાયરલ થયો હતો. તે પછી પોલીસ એક્શનમાં આવી છે. અલકાપુરી વિસ્તારના બે ગલ્લા પર ગેરકાયદે ઇ સિગારેટ વેચતા બે વેપારીઓને PCB પોલીસે ઝડપી પાડી 91 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અલકાપુરી વિસ્તારમાંથી પીસીબી દ્વારા ઇ સિગારેટનો જથ્થો કબ્જે કરી બે શખ્સોને ઝડપ્યા
ગુજરાતમાં નવલી નવરાત્રીનો માહોલમાં ખેલૈયાઓ મોજશોખથી હરતા ફરતા હોય છે. એવે વખતે યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં ઇ સિગારેટ પીતી યુવતીનો વિડીયો વાયરલ થયો છે. જેને ધ્યાનમાં લઈને એક્શનમાં આવી છે. તેથી PCB પોલીસે (Vadodara PCB police) 91 હજારનો મુદ્દામાલ અને બે ગલ્લા (two traders selling illegal Ecigarettes ) પર ગેરકાયદે ઇ સિગારેટ વેચતા બે વેપારીઓને (PCB police nabbed two traders) ઝડપી પાડ્યા છે.
યુનાઇટેડ વે ગરબાના વિવાદ બાદ કડક કાર્યવાહીશહેરમાં ઇ સિગારેટનું ધૂમ વેચાણ (ECigarette Sale in Vadodara) થઈ રહ્યું છે. જેના કારણે યુવાનો અને યુવતીઓ ખુલ્લેઆમ નશો કરતા નજરે પડે છે. જે અંગે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરે સૂચના (Vadodara Police Commissioner Notification) આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. PCB પી.આઈ.જે જે પટેલને માહિતી મળી હતી કે, અલકાપુરી વિન્ડસર પ્લાઝાના (Alkapuri Windsor Plaza) સેમી બેઝમેન્ટમાં આવેલા બે પાન પાર્લર અમર પાન હાઉસ તથા પારસ પાન હાઉસમાં પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસની અલગ અલગ બે ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
બે શખ્સો સામે કાર્યવાહીપારસ પાનમાંથી 54,600 રૂપિયાની 52 ઇ સિગારેટ મળી આવી હતી. જ્યારે અમર પાનમાંથી 10 ઇ સિગારેટ કિંમત રૂપિયા 12,600, 18 હજારના સિગારેટના પોડ નંગ 30, 1,600 રૂપિયાની ઇ સિગારેટની 8 કોઇલ તથા ઇ સિગારેટની 600 રૂપિયાની 4 કારટીઝ તથા ચેતવણી લખ્યા વગરની સિગારેટના 17 પેકેટ કિંમત રૂપિયા 4,250ના મળી આવ્યા હતા. પોલીસે કુલ 91,650નો મુદ્દામાલ કબજે કર્યો છે. પારસ પાનના માલિક જીતુ શ્યામ ખેરાજમલાણી તથા અમર પાનના માલિક દેવાનંદ રમેશ કોટવાણીની સામે ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટની (Prohibition of Electronic Cigarettes Act) કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.