ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા મહાનગરપાલિકાનું 3804 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું - વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નર પી. સ્વરૂપ

વડોદરા મહાનગર પાલિકાનું 3804 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. દર વધાર્યા વિનાનું વડોદરા મહાનગરપાલિકાનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતુ. આ વખતના બજેટમાં ગત વર્ષ કરતા 112 કરોડ રુપિયા વધુ ફાળવવામાં આવ્યા છે. વિકાસના કામો પર પાર પાડવા PPP (પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણે) બેન્ક લોન પર ભાર મૂક્યો છે. નાગરિકો માટે કર દર વિનાનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સ્માર્ટ સિટીના 10 કામો અંતર્ગત રૂપિયા 148.6 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.

વડોદરા મહાનગર પાલિકાનું 3804 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
વડોદરા મહાનગર પાલિકાનું 3804 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

By

Published : Mar 15, 2021, 8:54 PM IST

  • વડોદરા મહાનગર પાલિકાનું બજેટ રજૂ કરાયું
  • દર વધાર્યા વિનાનું મનપાનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું
  • વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર પી સ્પરૂપે રજૂ કર્યુ બજેટ

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ ૨૦૨૧-22નું 3804 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર પી. સ્વરૂપે સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. બજેટમાં શહેરીજનો માટે કોઈ નવો કર સૂચવ્યો નથી. વડોદરા કોર્પોરેશન વર્ષ 2020-21નું બજેટ 3769 કરોડ રૂપિયાનો હતો. છેલ્લા વર્ષના બજેટ કરતાં ચાલુ વર્ષે રજૂ કરેલા બજેટમાં 112 કરોડ રૂપિયા વધુ ફાળવવામાં આવ્યા છે.

વડોદરા મનપા કમિશ્નર પી. સ્વરૂપ

આ પણ વાંચોઃરાજકોટ મનપા કમિશ્નર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

વિકાસના કામોના ટાર્ગેટ પુરા કરવા માટે PPP ધોરણે કામ કરવામાં આવશે

ચાલું નાણાકીય વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે વિકાસના કામો પર બ્રેક લાગી ગઈ હતી. કોરોનાની અસરને લીધે ચાલું નાણાકીય વર્ષમાં આવકનો 491 કરોડનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો. જે હજી સુધી સિદ્ધ થઈ શક્યો નથી. આ બજેટ પર સૌ કોઇની નજર હતી. જોકે, રજૂ કરવામાં આવેલા બજેટમાં શહેરીજનો પર કોઈ પ્રકારનો કર દર વધારવામાં આવ્યો નથી. ગત બજેટ કરતાં નાણાંની વધુ ફાળવણી કરવામાં આવી છે. પાલિકાને અત્યાર સુધીમાં 444 કરોડની આવક થઈ છે અને હવે ટાર્ગેટ સિદ્ધ કરવા માટે બાકી વેરો વસૂલ કરવા મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કમિશ્નરે જણાવ્યું હતું કે ટાર્ગેટ પૂરા કરવા માટે PPP ધોરણે કામો કરવામાં આવશે અને વધારાની નાણાકીય જરૂરિયાત આંતરિક ભંડોળ કે બહારની સંસ્થાઓ અને બેન્કો પાસેથી ગ્રાન્ટ મેળવીને કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાનું 3804 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

આ પણ વાંચોઃજૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 62.30 લાખનું પુરાંતવાળુ બજેટ કર્યુ રજૂ

આગામી વર્ષે પાલિકાના વિવિધ ભાગો દ્વારા વિવિધ સૂચિત કામો હાથ ધરવામાં આવશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS પ્રકારના 1900 આવાસો તથા 35 ચોરસ મીટર કારપેટ એરિયા ધરાવતી 81 દુકાન બનાવવાનું આયોજન કરવામાં આવશે. નવા સમાવિષ્ટ બિલ, ભાઈલી, સેવાસી વેમાલી, કરોળિયા, વડદલા તથા ઉંડેરા ગામમાં ઊંચી ટાંકી પંપ પાણી વિતરણની નવા નેટવર્કની કામગીરી હાથ ધરવામાં આવશે. નવા બનાવનાર રોડ ડિવાઇડર ઉપર તથા નવા સમાવિષ્ટ વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર સેન્ટ્રલ લાઈટીંગની કામગીરી પણ કરવામાં આવશે. તરસાલી ખાતે નવી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા તરસાલી જંકશન પર નવા ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે, આરોગ્યલક્ષી સેવાઓ અંતર્ગત નવી 4 CHC તથા 12 PHC કાર્યરત કરવામાં આવશે, હેલ્થ મ્યુઝિયમ અને પાણીગત સ્લોટર હાઉસના આધુનિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે, વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે રાજીવ નગરથી સંજયનગર સુધી તથા સરસિયા તળાવથી પટેલ પાર્ક સુધી નવી વરસાદી ચેનલ નાખવાનું આયોજન છે, પંડ્યા હોટલથી છાણી સુધી, ખિસકોલી સર્કલથી વડસર બ્રીજ સુધી રોડ કાર્પેટીંગ તથા સિલિકોટની કામગીરી, શ્રીમ ગેલેક્સીને જોડતો હાઇટેન્શન રોડ બનાવવાની કામગીરી તથા એસારપેટ્રોલ પંપથી ઉમા ચાર રસ્તા સુધી ઇનર રિંગરોડની રિસર્ફેસીંગ કરવાની કામગીરી કરવામાં આવશે.

સ્માર્ટ સિટીના 10 કામો અંતર્ગત રૂપિયા 148.06 કરોડનો ખર્ચ કરાશે

નવા સમાવિષ્ટ વિસ્તારોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો પૂર્ણ કરવા પ્રાથમિકતા અપાશે, ઓજી વિસ્તારમાં સુવિધા આપવા વેમાલી ખાતે STP નેટવર્ક નાંખવામાં આવશે. ઝૂમાં મુલાકાતીઓને કેન્ટીનની સુવિધા ઊભી કરાશે, કારેલીબાગ ખાતે બાયોડાયવર્સિટી પાર્ક બનાવાશે, નવું આધુનિક સાયન્સ સેન્ટર ઉભુ કરાશે. ગંદા પાણીની સમસ્યા દૂર કરવા કોર્પોરેશન દ્વારા પાણીની પાઇપ બદલવાની કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે શહેરીજનો ઉપર કોઈપણ પ્રકારનોનું ભારણ આપવામાં આવ્યું નથી બજેટમાં કર દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details