વડોદરાવડોદરા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એક પછી એક ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના સૌથી મોટા બની રહેલા 3.5 કિલોમીટર લાંબા ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો ફ્લાય ઓવરબ્રિજ (Genda Circle to Juna Padra Road Fly overbridge) શહેરીજનો માટે આગામી એક માસ સુધીમાં ખુલ્લો મૂકી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. આ ફ્લાય ઓવરબ્રિજની નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર (Vadodara Municipal Commissioner) અને સ્થાયી સમિતીના અધ્યક્ષએ (Standing Committee Chairman) મુલાકાત લીધી હતી. અધિકારીઓ અને હોદ્દેદારોની મુલાકાત બાદ તંત્ર દ્વારા ફ્લાય ઓવરબ્રિજનું 90 ટકા ઉપરાંત કામ પૂર્ણ થઇ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર એક્શન મૂળમાંવડોદરા મહાનગર સેવા સદન (Vadodara Metropolitan Service Sadan) દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગેંડા સર્કલથી જુના પાદરા રોડ મનિષા ચોકડી સુધી સાડા ત્રણ કિલો મીટર લાંબો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લાય ઓવરબ્રિજ વડોદરાનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ (Vadodara largest fly overbridge) બનવા જઈ રહ્યો છે, ત્યારે આ બ્રિજ વહેલી તકે શહેરીજનોના ઉપયોગમાં આવે તે માટે બ્રિજનું રાત દિવસ કામ ચાલી રહ્યું છે. વડોદરા મહાનગર સેવા સદનના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્થાયી સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ તેમજ કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓએ બની રહેલા ફ્લાય ઓવર બ્રિજની મુલાકાત લીધી હતી.