ગુજરાત

gujarat

ETV Bharat / city

MSUમાં 1500 વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા વિરોધ પ્રદર્શન, NSUI વિદ્યાર્થીઓની પડખે આવ્યું - MSU Student Admissions Process

વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં છેલ્લા બે M.comમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે 1500 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા તેઓ M.Com બિલ્ડીંગમાં ભજન કિર્તન કરીને સત્તાધીશોના સામે પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓ અને NSUI એડમિશનની સીટો વધારવા માટે માંગ કરી રહ્યા છે. MSU students protest by chanting bhajan kirtan, MSU students protest against authorities

MSUમાં 1500 વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા વિરોધ પ્રદર્શન, NSUI વિદ્યાર્થીઓની પડખે આવ્યું
MSUમાં 1500 વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા વિરોધ પ્રદર્શન, NSUI વિદ્યાર્થીઓની પડખે આવ્યું

By

Published : Sep 8, 2022, 7:57 PM IST

વડોદરાશહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં (Vadodara MS University) આજે 400 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સત્તાધીશો સામે વિરોધ (MSU students protest against authorities) દર્શાવવામાં આવી રહ્યો છે. M.comમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા સીટ વધારવા માટે માંગ કરાઈ રહી છે. જેમાં NSUI પણ જોડાયું હતું. તેઓ દ્વારા ભજન કિર્તન કરીને સત્તાધીશો સામે વિરોધ નોંધાવી રહ્યો છે.

વડોદરાની MSU માં M.com માં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

વિદ્યાર્થીઓ વિરોધ દ્વારા પ્રદર્શન છેલ્લા બે દિવસથી MS યુનિવર્સિટીમાં M.comમાં એડમિશન (MS University M Com Admission ) ન મળતા વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. MS યુનિવર્સિટીમાં B.Comનો અભ્યાસ (MS University B Com Study) પૂરો કર્યા બાદ 1500 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા આજે તેઓ M.Com બિલ્ડીંગ ખાતે ભજન કિર્તન કરીને સત્તાધીશોના કાન ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યુનિવર્સિટી દ્વારા 1200થી 1400 જેટલી જ સીટ એલોટ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં NSUI પણ સાથે જોડાયું છે. B.Comમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થઈને નીકળ્યા છે. જેમાંથી 3000થી 3500 જેટલા વિદ્યાર્થીઓએ M.Comમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ યુનિવર્સિટી દ્વારા 1200થી 1400 જેટલી જ સીટ એલોટ કરવામાં આવી છે. જ્યારે 1500 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું નથી. ચોક્કસ યુનિવર્સિટીના સત્તાધીશોની સાથે જ છે, પરંતુ જો સત્તાધીશોને ખબર જ છે કે 1200 જ એડમિશન થવાના છે. પહેલેથી એવું પ્રાવધાન કેમ નથી કરવામાં આવતું કે વિદ્યાર્થીઓને 100 ટકા એડમિશન યુનિવર્સિટીમાં મળી રહે.

જનરલ એડમિશન આપવામાં આવતા નથીછેલ્લા ઘણા વર્ષોથી એડમિશનની સીટોમાં ખુબ જ જુજ પ્રમાણમાં વધારો કરવામાં આવે છે. આ ઉપરાંત આ વખતે કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું પરિણામ પણ ઓછું આવ્યું છે. જેની સામે મેરિટ ઊંચું ગયું છે. છેલ્લા બે દિવસથી કોઈ પણ વિદ્યાર્થીઓને જનરલ એડમિશન (MSU Students General Admission) આપવામાં આવતા નથી . સૌથી મહત્વની વાત એ છે કે, સીટ ઓછી હોવા છતાં આગામી 12 તારીખ સુધી આ એડમિશનની પ્રક્રિયા (MSU Student Admissions Process) ચાલુ રહેવાની છે.

વિદ્યાર્થીઓ અને NSUIની માંગહજુ પણ ફોર્મ ભરાઈ રહ્યા છે. એડમિશનમાં કોઈ જગ્યા જ નથી, તો 400 રૂપિયા લઈને વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ કેમ ભરવામાં આવી રહ્યા છે. જેથી આ વિદ્યાર્થીઓ અને NSUIની માંગ છે કે એડમિશનની કે સીટોમાં વધારો (Students and NSUI demand increase admission seats) કરવામાં આવે. વિરોધ કરી રહેલા 400 જેટલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, છેલ્લા 3 વર્ષથી અમે અહીંયા અભ્યાસ કર્યો છે. આગામી બે વર્ષ માસ્ટર પણ અમને MS યુનિવર્સિટીમાં જ કરવું છે. એટલા માટે અમે એડમિશન લઈને જ રહીશું. જેથી NSUI તેમના પડખે આવીને ઉભું રહ્યું છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધે છે તેમ યુનિવર્સિટીમાં સીટ પણ વધારવી જોઈએ. તેથી વિદ્યાર્થીઓ દ્વારા કોણ કહેતે હે વિદ્યાર્થી પઢતે નહીં, વિદ્યાર્થી કો યે એડમિશન દેતે નહીં જેવા ભજન કિર્તન કરીને દેખાવો કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details