વડોદરાઃ વડોદરામાંથી ચૂંટાયેલા બે ધારાસભ્યોને રાજ્ય સરકારમાં પ્રધાન તરીકે સ્થાન મળ્યું છે. ત્યારે વડોદરામાં તાજેતરમાં જ મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ ગુમ થયાં છે. તેવા પોસ્ટર તેમના મતવિસ્તારમાં લગાવવામાં આવ્યા (Poster of missing MLA in Vadodara) હતા. જોકે, આ ઘટનાની અસર માત્ર 2 જ દિવસમાં જોવા મળી હતી. કારણ કે, 2 દિવસની અંદર જ મનીષા વકીલ આ વિસ્તારની મુલાકાતે (Vadodara MLA Manisha Vakil visited her Constituency) આવ્યાં હતાં.
ધારાસભ્ય મનીષા વકીલ ક્યારેય મતવિસ્તારમાં આવતાં ન હોવાનો આક્ષેપ આ પણ વાંચોઃભાજપ નેતાના આંગણે હાર્દિક પટેલ, જાણો શું છે હકીકત
મતવિસ્તારમાં ઠેરઠેર લાગ્યા પોસ્ટર - રાજ્ય સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મનીષા વકીલ શહેરના વાડી વિસ્તારથી ધારાસભ્ય છે. જોકે, તેમના વિસ્તારમાં ધારાસભ્ય ગુમ થયા છેના પોસ્ટર (Poster of missing MLA in Vadodara) લાગતાં જ તેઓ આ મતવિસ્તારની મુલાકાતે આવ્યાં હતાં. તેમની સાથે આ મતવિસ્તારના કાઉન્સિલર અને સમર્થકો પણ હતાં.
આ પણ વાંચોઃસુરતના વોર્ડ નં. 28માં ઔદ્યોગિક પ્રદૂષણથી સ્થાનિકો પરેશાન, ચૂંટાયેલા નેતાઓ ફરકતા પણ નથી
ધારાસભ્યની મુલાકાત બની ચર્ચાનો વિષય - વડોદરા શહેર વિધાનસભા બેઠકનાં મહિલા ધારાસભ્ય અને રાજ્ય સરકારના પ્રધાન મનીષાબેન વકીલ છેલ્લા કેટલાય દિવસથી વિસ્તારમાં દેખાતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે સામાજિક કાર્યકર્તાએ ધારાસભ્ય ગુમ થયાના પોસ્ટર દિવાલો પર (Poster of missing MLA in Vadodara) લગાવ્યા હતા. જોકે, આની અસર માત્ર 2 જ દિવસમાં દેખાઈ હતી. જોકે, એકાએક રાજ્યપ્રધાન મનીષા વકીલ આ વિસ્તારની મુલાકાતે (Vadodara MLA Manisha Vakil visited her Constituency) અને એક્શનમાં આવતાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રધાન બન્યાં પછી મનીષા વકીલ ભૂલી ગયા મતવિસ્તારનો રસ્તો -સામાજિક કાર્યકર્તાએ આક્ષેપ કર્યો હતો કે, અહીં સ્થાનિકોને અનેક સમસ્યા છે. તેમ છતાં રાજ્ય સરકારમાં પ્રધાન બન્યાં પછી પણ ધારાસભ્ય મનીષાબેન વકીલ જાણે પોતાના જ મતવિસ્તારને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે પોસ્ટર લાગતાં (Poster of missing MLA in Vadodara) જ ધારાસભ્યે મુલાકાત લીધી (Vadodara MLA Manisha Vakil visited her Constituency) હતી. ધારાસભ્ય મનીષા વકીલે રસ્તામાં લોકસંપર્ક (Public Relations of Manisha Vakil) સાધ્યો હતો. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
ચૂંટણી નજીક આવશે એટલે લોકોની યાદ પણ વધુ આવશે - ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. તેવામાં કાર્યકર્તાઓ તથા નાગરિકોને નારાજ કરવા પોષાય તેમ નથી. એટલે જ કદાચ મતવિસ્તારમાં ગુમ થયાના પોસ્ટરો (Poster of missing MLA in Vadodara) લાગ્યાના 2 જ દિવસમાં મહિલા પ્રધાને તેમના જ વિસ્તારમાં લોકસંપર્ક (Public Relations of Manisha Vakil) કરવાની (Vadodara MLA Manisha Vakil visited her Constituency) ફરજ પડી હતી. તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે. જેમ જેમ ચુંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓને લોકો વધુ યાદ આવશે.