ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા ખાણખનીજ વિભાગે ઈંટોલા ગામની સિમમાંથી બિનઅધિકૃત માટી ખોદકામનો પર્દાફાશ કર્યો

વડોદરા ખાણ અને ખનિજ વિભાગે પાલેજ- નારેશ્વર રોડ પર ગેરકાયદે માટી ભરી જતાં ત્રણ ઓવરલોડ વાહનો તેમજ ઈંટોલા ગામની સિમમાં સાદી માટી ભરેલાં બે ડમ્પરો સહિત રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર તપાસ હાથ ધરી છે.

Vadodara news
Vadodara news

By

Published : Mar 21, 2021, 10:27 AM IST

Updated : Mar 21, 2021, 1:32 PM IST

  • વધુ એક વખત વડોદરા ખાણ ખનીજ વિભાગની લાલ આંખ
  • પાલેજ- નારેશ્વર રોડ પર બિનઅધિકૃત માટી ખોદકામનો પર્દાફાશ
  • રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • ઈંટોલા ગામની સિમમાંથી સાદી માટી ભરેલા બે ડંમ્પર કબ્જે કરાયા

વડોદરા: જિલ્લા ખાણ અને ખનિજ વિભાગે આકસ્મિક રાત્રિ ચકાસણી કરીને ખનિજચોરી અટકાવવાની તકેદારીના ભાગરૂપે હાથ ધરી હતી. તે દરમિયાન પાલેજથી નારેશ્વરના રસ્તે 3 વાહનો સાદી માટી ખનિજના બિનઅધિકૃત પરિવહન મર્યાદા કરતાં વધુ વજન ભરીને ઓવરલોડ પરિવહન બદલ જપ્ત કર્યા હતા. વાહનો સાથે રૂપિયા 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં આ વાહનો અને જથ્થો જયેશ પાટણવાડિયા, અંકલેશ્વરના શુભમ્ એન્ટરપ્રાઈઝ અને સુરતના કિશોરભાઈનો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

ઈંટોલા ગામ

આ પણ વાંચો :ગુંદરી ચેકપોસ્ટ નજીકથી 30 લાખના મુદ્દામાલ સાથે ખનીજ ચોરીની 3 ટ્રકો ઝડપાઇ

સિદ્ધેશ્વરી ઈન્ફાસ્ટ્રકચર દ્વારા બિનઅધિકૃત ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું

આ ઉપરાંત ઈંટોલા ગામની સીમ વિસ્તારમાંથી સાદી માટીનું બિનઅધિકૃત ખોદકામ પકડી પાડી એક હિટાચી મશીન અને સાદીમાટી ભરેલાં બે ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા હતા. ખાણ- ખનિજ વિભાગે રૂપિયા 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભૂસ્તરશાસ્ત્રીના જણાવ્યા અનુસાર આ મશીનરી દ્વારા સિદ્ધેશ્વરી ઈન્ફાસ્ટ્રકચર દ્વારા બિનઅધિકૃત ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાનું ઉજાગર થયું છે.આ સંસ્થા એલ એન્ડ ટી કંપનીના પેટા કોન્ટ્રાકટર છે. ગુનેગારો સામે કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :રાજ્યમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં 92 રેડ કરી 38.89 કરોડની દંડનીય કાર્યવાહી કરાઈ

Last Updated : Mar 21, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details