ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કેટલાક લોકોને અનાજનો જથ્થો નહીં અપાતા મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો

લોકડાઉનને પગલે રાજ્યભરમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જેથી સવારથી જ વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનો ઉપર ભીડ લાગી ગઇ હતી. વડોદરામાં સસ્તા અનાજની દુકાનો ઉપર લોકોએ પડાપડી કરી હતી અને પોલીસે લોકોને હટાવવાની ફરજ પડી હતી.

વડોદરામાં કેટલાક કાર્ડ ધારકોને અનાજનો જથ્થો આપવામાં નહીં આવતા મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો
વડોદરામાં કેટલાક કાર્ડ ધારકોને અનાજનો જથ્થો આપવામાં નહીં આવતા મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો

By

Published : Apr 1, 2020, 7:42 PM IST

વડોદરાઃ પીએલ કાર્ડધારકોને અનાજ ન આપવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર પણ અનાજ લેવા માટે લોકની ભીડ જોવા મળી રહી છે. તો વળી કયાંક બીપીએલ કાર્ડ ધારકને એપીલ કાર્ડ બનાવી આપ્યા બાદ છેલ્લાં 2 વર્ષથી સસ્તા અનાજનો જથ્થો નહીં મળતો હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.

તો વળી ક્યાંક વર્ષોથી સસ્તા અનાજની દુકાનો પરથી રાશન લેતાં લાભર્થીઓને સરકારની મફત અનાજ વિતરણની જાહેરાત બાદ બુધવારના રોજ મફતમાં અનાજ ન મળતાં મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે પૂરવઠા વિભાગમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં રાજ્ય પ્રધાન યોગેશ પટેલ જણાઈ આવતાં તેઓનો ઘેરાઓ કરી મહિલા મોરચા દ્વારા યોગેશ પટેલને પોતાની વ્યથા વર્ણવી હતી.

ABOUT THE AUTHOR

...view details