આ સ્પર્ધામાં દેશના 100 માંથી 33 શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં વડોદરાનો સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા સ્માર્ટસિટી એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં 33 શહેરમાં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત તેમજ રાજકોટ જેવા મહાનગરોનો પણ સમાવેશ થાય છે. આગામી તા. 15 જુન સુધીમાં તમામ સારા પ્રોજેકટોની વિગતો અને માહિતી સરકારમાં સુપ્રત કરવાની રહેશે. તેમજ આગામી 25 જૂને એવોર્ડ વિતરણ કરવામાં આવશે.
વડોદરા શહેરની સ્માર્ટ સિટી એવોર્ડની સ્પર્ધા માટે પસંદગી કરાઈ - competition
વડોદરાઃ દેશના ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2019 માટે વડોદરા બીજા રાઉન્ડમાં કવોલિફાઈડ થયું છે.
સ્પોટ ફોટો
વડોદરાના પણ સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેકટની વિગતો ખર્ચ અને તેની વિશેષતાઓ સાથે પૂરી પાડવામાં આવશે. વડોદરા શહેરના સ્માર્ટ સીટી પ્રોજેકટો અંતર્ગત વિવિધ શહેરોના પ્રોજેકટોમાં સીટી કમાન્ડ સેન્ટર, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ સિટી બસ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર જેવા વિવિધ પ્રોજેકટોને આધારે અંતિમ વિજેતા શહેરો નક્કી કરવામાં આવશે.