વડોદરાઃ જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ ગામની સરકારી અનાજની દુકાનમાંથી ગરીબો માટેનું અનાજ સગવગે કરવાનું નેટવર્ક જિલ્લા SOG એ ઝડપી પાડી ધાવટ ગામના સરપંચ તેમજ દુકાનના સંચાલક અને દુકાનના મહેતાજી સહિત બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરાઃ કરજણના ધાવટ ગામની રેશનિંગની દુકાનમાંથી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ ગામની સરકારી અનાજની દુકાનમાંથી ગરીબો માટેનું અનાજ સગવગે કરવાનું નેટવર્ક જિલ્લા SOG એ ઝડપી પાડી ધાવટ ગામના સરપંચ તેમજ દુકાનના સંચાલક અને દુકાનના મહેતાજી સહિત બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
કરજણ તાલુકાના કાસમપુર ગામમાં રહેતા ભરત ત્રિકમ પટેલને ત્યા ઓરડીમાં મોટા જથ્થામાં સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેની બાતમીના આધારે જિલ્લા એસઓજીના સ્ટાફે દરોડો પાડતા પ્રવીણ પંચાલ અને દિપક ખીચીની ધરપકડ કરી હતી. પોલીસે જ્યારે ઓરડીમાં તપાસ કરતા સરકારી ઘઉં, ચોખા, ખાંડ, ચણા અને મીઠાની ગુણીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે અનાજ સાથે બે મોબાઈલ ફોન મડીને કુલ રૂપિયા 4.28 લાખનો મુદામાલ કબજે કરી ધાવટ ગામના પ્રવીણ પંચાલ તેમજ દુકાનના મહેતાજી દિપક ખીચીની ધરપકડ કરી હતી. સરકારી અનાજનો જથ્થો ઝડપાતા પોલીસે પુરવઠાખાતાને જાણ કરતા પુરવઠા ખાતા દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે. ધાવટ ગામનો સરપંચ રેશનિગ દુકાન એસોસિએશનનો તાલુકા પ્રમુખ પણ છે.