ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલીસ હોય એટલે દાદાગીરી ચલાવવાની ? દારૂના નશામાં કંડકટર સાથે ઝપાઝપી કરી

વડોદરા સેન્ટ્રલ બસ ડેપો (Vadodara bus depot) ખાતે LRD જવાન દારૂના નશામાં કંડકટર સાથે ઝપાઝપી કરી છે. પોલીસને જાણ થતાં (Conductor beaten LRD personnel clash) તાત્કાલીક કાર્યવાહી કરીને LRD જવાન પર બે ગુના દાખલ કર્યા છે.

પોલીસ હોય એટલે દાદાગીરી ચલાવવાની ? દારૂના નશામાં કંડકટર સાથે ઝપાઝપી કરી
પોલીસ હોય એટલે દાદાગીરી ચલાવવાની ? દારૂના નશામાં કંડકટર સાથે ઝપાઝપી કરી

By

Published : Sep 23, 2022, 4:44 PM IST

વડોદરા શહેરમાં પોલીસ વારંવાર વિવાદમાં આવતા જવાનો સામે કમિશનર (Vadodara bus depot) દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં હજુ પણ કેટલાક કર્મીઓ ભાનમાં નથી આવ્યા. ગત રાત્રે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે દારૂના નશામાં ધૂત LRD જવાનની દાદાગીરીને કારણે ST કર્મચારીઓમાં (Vadodara police clashed with conductor) રોષની લાગણી વ્યાપી હતી. જોકે સયાજીગંજના PIએ તાત્કાલિક કાર્યવાહી કરી સ્થિતિ સંભાળી લીધી હતી.

કંડકટર સાથે ઝપાઝપી કરનાર LRD જવાનની અટકાયત

ACP દ્વારા વધુ માહિતી આપીઆ અંગે માહિતી આપતા ACP ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ ST બસ નવસારીથી ઉત્તર ગુજરાત (Vadodara LRD jawan drunk) પાટણ તરફ જઈ રહી હતી. આ દરમિયાન પાટણના રેવચી ગામે રહેતા અને ST બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા વિષ્ણુ દેસાઈ ગઈકાલે રાત્રે નવસારી પાટણની બસમાં ફરજ દરમિયાન વડોદરા આવ્યા હતા.

કંડક્ટર જોડે નશામાં ધૂત LRD જવાને ઝપાઝપી કરીવડોદરા બસ ડેપોની બહાર ગેટ પાસે LRD જવાન રાજેસદાન ગઢવી ઉભો હોવાથી વિષ્ણુભાઈએ તેને ખસી જવા માટે કહ્યું હતું. જે બાબતે બોલાચાલી થયા બાદ બસ (Bus Depot Clash LRD jawans beaten) પ્લેટફોર્મ નંબર ચાર ઉપર જઈ રોકાઈ હતી. આ દરમિયાન LRD જવાન (Vadodara Police Conductor) તેને પાસે ગ્યો અને તેણે ગાળો ભાંડી તું મને ઓળખે છે. હું પોલીસ વાળો છું. તેમ કહી ઝપાઝપી કરી ત્રણ લાફા ઝીંકી દીધા હતા. જેથી અન્ય લોકોએ વચ્ચે પડી કંડકટરને બચાવ્યા હતા.

LRD વિરુદ્ધ 2 ગુના નોંધવામાં આવ્યાઆ ઘટનાને લઈ સયાજીગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવ અંગે LRD રાજેસદાન મોરારદાન ગઢવી (વડોદરા સેન્ટ્રલ જેલ ક્વાર્ટર્સ,મૂળ રહે. ભાણવી ગામ,રાધનપુર) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ACP એ જણાવ્યા અનુસાર આ જવાન નશામાં હતો. જેના કારણે સયાજીગંજ પોલીસ મથકમાં અલગ અલગ બે ગુના દાખલ કરવામાં (LRD jawans beaten in Vadodara) આવ્યા છે. જેમાં કંડક્ટરની ફરજમાં રૂકાવટ અને દારૂ પીધેલ હોઈ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details