વડોદરાઃ ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર કોઈને કોઈ જગ્યાએથી દારૂનો જથ્થો પકડાય છે. વડોદરામાં પણ પોલીસે દારૂ ભરેલ ટેમ્પા સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. એલસીબીની ટીમ આજવા રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી કે, માધવનગર તરફથી આઈસર ટેમ્પામાં દારૂનો જથ્થો લઈને બે આરોપી આવી રહ્યા છે. આ જથ્થો વડોદરાથી માધવનગર તરફ જવાની બાતમી મળતા જિલ્લા એલસીબીની ટીમ વાઘોડિયા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા માધવનગર પાસે વોચમાં ઊભી હતી. ત્યારે જ ત્યાંથી દારૂ ભરેલો ટેમ્પો પસાર થતા પોલીસે ટેમ્પાની અટકાયત કરી હતી.
વાઘોડિયામાં દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ
ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર કોઈકને કોઈક જગ્યાએથી દારૂનો જથ્થો પકડાય છે. વડોદરામાં પણ એલસીબીની ટીમે છટકું ગોઠવી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો લઈને આવી રહેલા બે આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી કુલ 22.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વાઘોડિયામાં દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
પોલીસે ટેમ્પામાં બેઠેલા બે લોકોની પૂછપરછ કરી હતી. બે આરોપી ટેમ્પામાં દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા હતા. પોલીસે આરોપી સુંદરસિંહ નાથુસિંહ જાટ, અજય રાજારામ (ખટિક)ની ધરપકડ કરી હતી. પોલીસે ટેમ્પાની તપાસ કરતા કોટનના બંડલની નીચે અલગ અલગ બ્રાન્ડની દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે રૂ. 12 હજારનો દારૂ, ટેમ્પો, કોટનની ઘાસડીઓ સહિત કુલ રૂ. 22.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.